Vadodara News: વડોદરામાં યમરાજ અને ચિત્રગુપ્તની જોડી લોકોને ટ્રાફીકના નિયમોના પાઠ ભણાવવા રસ્તા પર ઉતર્યા હતા. રાજ્યમાં અવાર-નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેને લઈ પોલીસ દ્વારા પર ટ્રાફિક અવેરનેસ માટે કાર્યક્રમ કરવામાં આવે છે. આ અંતર્ગત વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા પણ કઇંક આવું જ આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં વડોદરાના રોડ ઉપર યમરાજ અને ચિત્રગુપ્ત ટ્રાફિક નિયમો તોડતા લોકોને સમજાવતા જોવા મળ્યા હતા.
મળતી વિગતો મુજબ યમરાજ અને ચિત્રગુપ્તના પોશાકમાં વાહનચાલકોને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. એટલે કે વડોદરામાં યમરાજ અને ચિત્રગુપ્તે વાહનચાલકોના નિયમભંગનો હિસાબ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વધી રહેલ અકસ્માતની ઘટના વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અને માહિતગાર કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
આ દરમિયાન વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે કાલાઘોડા સર્કલ પર આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વડોદરાના રોડ પર યમરાજ અને ચિત્રગુપ્ત ટ્રાફિક નિયમો તોડતા લોકોને સમજાવવા રસ્તા પર ઉતર્યા હતા. યમરાજ અને ચિત્રગુપ્તે વાહનચાલકોના નિયમભંગનો હિસાબ કર્યો હતો. આ સાથે યમરાજે રોકેલા વાહનો પાસેથી દંડ વસુલાયો હતો. જેમાં ખાસ કરીને હેલ્મેટ નહિ પહેરનાર, 3 સવારી વાહન ચલાવતા વાહનચાલકોને પકડ્યા હતા. ટ્રાફિક નિયમો તોડતા લોકોને સમજાવવા રસ્તા પર ઉતરીને લોકોને એક ખાસ પ્રકારનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જામનગરમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા વાંચજો જરૂર બેનર, નહિ તો ભરવો પડશે દંડ
આ પણ વાંચો: ગોંડલમાં માર્ગ સલામતી માસની ઉજવણી, બાઈક રેલી યોજી આપાઇ ટ્રાફિક નિયમો અંગે સમજ
આ પણ વાંચો: નવા ટ્રાફિક નિયમો : જો કારના કાચ ગંદા અથવા તૂટેલા હોય તો પણ ચલણ કાપી શકાય છે, સાવચેત રહો…
