ગુજરાત/ યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનો આંકડો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. આ કપરા સમયમાં હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ ગઇ છે. ત્યારે કોરોનાનાં કેસો પર કાબુ રાખવા માટે યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
123 122 યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
  • યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ
  • બહુચરાજીનું બજાર આવતીકાલે રહેશે સંપૂર્ણ બંધ
  • કાલે ચૈત્રી પુનમને લઇને મહત્વનો નિર્ણય
  • બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય
  • ચૈત્રી પુનમે બહુ ભીડ થતી હોવાથી નિર્ણય
  • બહુચરાજી મંદિર તરફ દર્શનાર્થીઓને પ્રવેશ નહીં
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયા પગલા

રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનો આંકડો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. આ કપરા સમયમાં હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ ગઇ છે. ત્યારે કોરોનાનાં કેસો પર કાબુ રાખવા માટે યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કપરા સમયે મદદ / કોરોના વિરુદ્ધ લડાઇમાં હવે Google કરશે દેશને 135 કરોડ રૂપિયાની મદદ, સુંદર પિચાઇએ ટ્વીટ કરી આપી જાણકારી

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનો દૈનિક કેસનો ગ્રાફ ઉંચાઇએ જઇ રહ્યો છે. ત્યારે હવે જે વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી શકે છે તેવા વિસ્તારોનાં પ્રચલિત ધર્મ સ્થાનોને બંધ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે હવે માહિતી સામે આવી છે કે, આવતી કાલે એટલે કે મંગળવારનાં રોજ ચૈત્રી પુનમ છે, જ્યારે લોકોની ભીડ બહુચરાજી મંદિરમાં ખૂબ એકઠી થતી હોય છે, જેને રોકવા બહુચરાજી ગ્રામ પંચાયતે એક મોટો નિર્ણય લીધો છે. બહુચરાજી ગ્રામ પંચાયતે યાત્રાધામ બહુચરાજીને આવતી કાલે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં સંક્રમણને રોકવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ નિર્ણય બાદ બહુચરાજી મંદિર તરફ દર્શનાર્થીઓને પ્રવેશ મળશે નહી.

મેવાણીનો CM ને પત્ર / જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી કહ્યું- દર્દીને 108 સિવાય હોસ્પિટલમાં ભરતી ન કરાતા સ્થિતિ કફોડી

ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસનાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વનાં કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. ફરી એક વખત બે લાખથી વધુ દર્દીઓ કોરોનાથી ઠીક થયા છે.જ્યારે ત્રણ દિવસમાં પોણા સાત લાખ લોકો કોરોનાથી ઠીક થયા છે.રવિવારે દેશમાં 3.54 લાખ કેસ નોંધાયા છે અને 2,800 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. હવે એક્ટિવ કેસનો આંકડો 28.9 લાખને પાર પહોંચ્યો છે. તેની સામે સતત બીજા દિવસે 2,800 થી વધુનાં મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક 66,191 નવા કેસ નોંધાયા છે.

Untitled 43 યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય