Wedding/ યે રિશ્તા ક્યા.. ના આ અભિનેતાએ કર્યા લગ્ન, તમે પણ જુઓ આ ખાસ ફોટો

લગ્નની તસવીરોમાં આયુષ વિજ તેની પત્ની સાક્ષી કોહલી સાથે ખૂબ જ ખુશ દેખાય રહ્યો છે. લગ્નની આ તસવીરો આયુષની બહેન આરિયા અગ્રવાલે તેના સોશિયલ મીડિયા….

Entertainment
આયુષ

ફેમસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મોહિતની ભૂમિકા ભજવનાર અભિનેતા આયુષ વિજ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આયુષે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાક્ષી કોહલી સાથે સાત ફેરા લીધા હતા. બંનેએ 31 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા પરંતુ તેની તસવીરો હવે સામે આવી છે અને વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : આ જાણીતા અભિનેતાની બગડી દિવાળી, હોસ્પિટલમાં થયા દાખલ, થઈ સર્જરી

સામે આવેલી લગ્નની તસવીરોમાં આયુષ વિજ તેની પત્ની સાક્ષી કોહલી સાથે ખૂબ જ ખુશ દેખાય રહ્યો છે. લગ્નની આ તસવીરો આયુષની બહેન આરિયા અગ્રવાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી હતી. જેના પર ઘણા સ્ટાર્સ આ નવા કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

Instagram will load in the frontend.

આ ખાસ દિવસે, આયુષ ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો જ્યારે સાક્ષી ગુલાબી અને લાલ લહેંગામાં ખૂબસૂરત લાગી રહી હતી. જ્યાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ઘણા સ્ટાર્સ આ બંનેના લગ્નમાં પહોંચ્યા હતા, ત્યારે આ સિરિયલના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર બંનેને આગળના જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આયુષની બહેનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં હિના ખાને લખ્યું- ‘ખૂબ ખૂબ અભિનંદન, ગોડ બ્લેસ.’ ખાસ વાત એ છે કે હિના સિવાય તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે પણ તેના પર કોમેન્ટ કરી અને લખ્યું- ‘મુબારકા’.

આ પણ વાંચો : દર વર્ષની પરંપરા જાળવી રાખવા શિલ્પા શેટ્ટીએ આ વખતે પણ ઘરે નાસ્તો બનાવ્યો ….

આપને જણાવી દઈએ કે, આયુષના લગ્નમાં તેના કો-સ્ટાર રોહન મેહરા અને શાઈની દીક્ષિતે પણ હાજરી આપી હતી. આયુષ વિજે નાયતિકની બહેન નંદિનીના પતિની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય સુધી આ શો સાથે જોડાયેલા રહ્યા બાદ તેણે આ શોને અલવિદા કહી દીધું. બહુ ઓછા લોકો જાણતા હશે કે એક્ટિંગ સિવાય આયુષે પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. આ સાથે તે ‘સ્ટ્રીટ ડાન્સર’ અને ‘રેસ 3’ જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યો છે.

આ પણ વાંચો :ફિલ્મ બાગ બાનના સ્ક્રીન રાઇટર શફીક અંસારીનું નિધન

આ પણ વાંચો :અક્ષય કુમાર-કેટરિના કૈફ સ્ટારર ‘સૂર્યવંશી’નું ગીત ના જા રિલીઝ

આ પણ વાંચો : બે આંખના દાનથી ચાર લોકોને દૃષ્ટિ કેવી રીતે મળી શકે?