Bollywood/ જ્હાનવી કપૂરે અરીસા સામે ઉભા રહીને લીધી સેલ્ફી, સ્ટનિંગ લુક અને ફૂટવેર કલેક્શન જોઈને રહી જશો દંગ 

જ્હાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે સ્ટાઇલિશ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણીએ ખૂબ જ ટાઈટ વેલ્વેટ વનપીસ પહેર્યું છે.

Entertainment
જ્હાનવી કપૂરે

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને ચોંકાવતી રહે છે. ‘ધડક’ ગર્લ જ્હાનવી કપૂરે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે. તેની સાથે તેના કપડાની ઝલક પણ જોવા મળી રહી છે. ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી જ્હાનવીની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

આ પણ વાંચો :ગોલ્ડન ગાઉન, લાંબા વાળ અને કાંતીલાના અંદાજમાં જોવા મળ્યા નવાઝુદ્દીન સિદ્દીકી, આ ફિલ્મ માટે કરી રહ્યા આઈટમ સોંગ  

બોની કપૂરની પ્રિય જ્હાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે સ્ટાઇલિશ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણીએ ખૂબ જ ટાઈટ વેલ્વેટ વનપીસ પહેર્યું છે. અભિનેત્રીએ ડ્રેસને ખભાની એક બાજુથી સહેજ નીચે સરકાવી દીધો છે. તેની નજર ફોન પર છે. આ તસવીરની ખાસ વાત એ છે કે ફોટોમાં તેનો વોર્ડરોબ પણ ક્લિક થયો છે. જેમાં તેના કબાટમાં કપડા અને ચંપલ સ્પષ્ટ દેખાય છે.

Instagram will load in the frontend.

આ તસવીર જોઈને હવે તમે સમજી જ ગયા હશો કે જ્હાનવી પાસે કેટલા જૂતા અને કપડાં છે. અભિનેત્રીના ચાહકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો હાર્ટ એન્ડ ફાયરના ઇમોજી શેર કરી રહ્યા છે. આની સાથે જ સ્ટનિંગ અને હોટનેસ જેવી કોમેન્ટ્સ આવી રહી છે.

જ્હાનવી કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. તસવીર શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે ક્રિકેટ કેમ્પ..મિસ્ટર અને મિસિસ માહી. આ તસવીરમાં જ્હાનવી કપૂર ક્રિકેટ રમતી જોવા મળી હતી. આ ફિલ્મમાં જ્હાનવીની સામે રાજકુમાર રાવ લીડ રોલમાં છે.

આ પણ વાંચો :અર્જુન કપૂરનો નંબર ફોનમાં રાખવા માંગતી નથી પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ 

આ પણ વાંચો :શબાના આઝમી થયા કોરોના સંક્રમિત, પોસ્ટ શેર કરી આપી માહિતી

આ પણ વાંચો :કંગના રનૌતે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પર  કર્યો કટાક્ષ, કહ્યું- ‘કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે’

આ પણ વાંચો :ફિલ્મ રામ સેતુનું શૂટિંગ પૂર્ણ, અક્ષય કુમારે વીડિયો પોસ્ટ કરી કહ્યું – ‘ફરીથી શાળાએ જવા જેવું લાગ્યું…’