entertaimnent/ કેરલા સ્ટોરી ફેમ આ અભિનેત્રીનું અસલી નામ જાણીને તમને નવાઈ લાગશે!

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’માં અભિનેત્રી અદા શર્માનું કામ લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું. ઘણા લોકો તેના ફેન પણ બની ગયા, પરંતુ શું તમને તેનું અસલી નામનો ખ્યાલ છે?

Entertainment
કેરલા સ્ટોરી

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી'(The Kerela Story)માં અભિનેત્રી અદા શર્મા(Adah Sharma) લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રી લાઇમલાઈટમાં છે.  અભિનેત્રી અત્યાર સુધી  ઘણાબધા ઇન્ટરવ્યુ પણ આપી ચૂકી છે. તેનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ પોતાની લવ લાઈફ અને રિલેશનશિપ વિશે પણ ખુલાસો કર્યો છે. સાથે જ તેને પોતાનું સાચું નામ પણ જણાવ્યું છે.

અભિનેત્રીનું પૂરું નામ આવ્યું સામે

બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા આ દિવસોમાં તેની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને લઈને ચર્ચામાં છે.  ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં છે, પરંતુ અદા શર્માનું અંગત જીવન હવે તમામ વિવાદોને પછાડીને ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. અદા શર્માએ એક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાનું પૂરું નામ લોકો સામે જાહેર કર્યું છે.

એક્ટ્રેસનું નામ ઘણું લાંબુ છે

એક્ટ્રેસ અદાનું પૂરું નામ ઘણું લાંબુ છે અને તેને એક શ્વાસમાં આસાનીથી લેવું ખૂબ મુશ્કેલ છે. અભિનેત્રીનું પૂરું નામ ચામુંડેશ્વરી લક્ષ્મી નરસિમ્હન સુંદરેશન ઐયર છે. સામાન્ય ભાષામાં આવું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. વાસ્તવમાં, તે એક દેવીનું નામ છે અને અદાની માતા દેવીની ભક્ત છે. અભિનેત્રીની માતાને લાગે છે કે અદા એ માતા ચામુંડેશ્વરી જેવી છે. અભિનેત્રીએ પોતાનું નામ બદલવાનું કારણ પણ જણાવ્યું હતું.

આ કારણથી બદલાયું, નામ

તે કહે છે કે તેનું નામ ચામુંડેશ્વરી લક્ષ્મી નરસિમ્હન સુંદરેશન ઐયર છે, પરંતુ લોકો તેને સારી રીતે ન લઇ શકતા હોવાથી  અભિનેત્રીએ તેનું નામ બદલીને અદા શર્મા રાખ્યું છે, જે ટૂંકું અને સમજવામાં સરળ છે. તેણે કહ્યું કે તેને અદા નામ ગમતું હોવાથી તેને આ નામ પસંદ કર્યું હતું

આ સિવાય અભિનેત્રીએ જણાવ્યું કે તે અભિનેતા વિદ્યુત જામવાલની ખૂબ જ નજીક છે . તે એના માટે પરિવાર કરતાં પણ વધુ નજીક છે.  અભિનેત્રીએ તેના લવનું નામ જાહેર કર્યું નથી. હવે આવી સ્થિતિમાં તેના ચાહકો પાસે અનુમાન લગાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

તમને જણાવી દઈએ કે, અદા શર્માએ બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે ‘કમાન્ડો 4’માં જોવા મળશે. આ ફિલ્મમાં અદા એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રીની સાથે બોલિવૂડનો એક્શન હીરો વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:ભારે રોમાંચક મેચમાં જાડેજાએ છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઇને બનાવ્યું IPL ચેમ્પિયન, પાંચમીવાર જીતી ટ્રોફી

આ પણ વાંચો:IPLની ફાઇલમાં વરસાદ પડતા હવે ચેન્નાઇને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ,મેચ ટૂંક સમયમાં શરૂ થશે

આ પણ વાંચો:ધોનીની સ્ટમ્પિંગ ઓલ ટાઇમ હિટ,માત્ર 0.12 સેકન્ડમાં શુભમન ગિલ આઉટ, જુઓ વીડિયો

આ પણ વાંચો:IPLની ફાઇનલમાં ગુજરાતે ચેન્નાઇને આપ્યો 215 રનનો ટાર્ગેટ,સુદર્શનની વિસ્ફોટક ઇનિંગ્સ

આ પણ વાંચો: IPLની ફાઇનલ રમતાની સાથે જ ધોનીએ રચ્યો આ ઇતિહાસ