વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોને અંદાજે 14,500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે, નીરવ મોદી કરતા પણ વધુ મોટું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે આ કૌભાંડમા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ બોલીવુડ અભિનેતા ડિનો મોરિયા અને ડીજે અકીલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. ઇડીને પુરાવા મળ્યાં છે કે સ્ટર્લિંગ બાયોટેકે આ બંનેને રૂપિયા આપ્યાં હતા. જેને આધારે ઇડીએ આ દિશામાં તપાસ શરૂ કરી છે. સાંડેસરા ગ્રુપ અને બોલીવુડ વચ્ચે શું કનેક્શન છે તેની ટૂંક સમયમા ખબર પણ પડશે.
સાંડેસરા ગ્રુપના પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાએ બોગસ કંપનીઓ બનાવીને આંધ્ર બેંક સહિતની અન્ય બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લઇને બેંકોને રૂપિયા પાછા આપ્યાં નથી. ઇડીએ આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જારી કરી છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
