Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના વિદાય થઈ ગઈ છે. ઠંડીની ધીમી ધીમી શરૂઆત થઈ છે. કેટલાક જીલ્લાઓમાં ગરમીનો (Heat) પારો વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે.
દિવાળીના દિવસોમાં દિવસે ખૂબ જ ગરમી અને રાત્રે ઠંડીનો (Cold) અહેસાસ થશે. રાત્રે આંશિક ગરમીથી શિયાળો અનુભવાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
કચ્છ જિલ્લામાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા,તાપી, વડોદરા, પોરબંદર,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 9 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરૂઆત થવાની શક્યતા વ્યક્તિ કરવામાં આવી છે. તે સિવાય આગામી મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ઉપરાંત કેટલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ થઈ શકે છે.તે સિવાય 1થી 7 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી બે દિવસ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ
આ પણ વાંચો:આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, વરસાદ સાથે ઠંડીનું આગમન ધ્રૂજાવી નાંખશે