Viral Video/ બતકને તકલીફમાં જોઇ કૂતરાનાં બચ્ચાએ જે કર્યુ તે જોઇ ચોંકી જશો તમે, Video

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને પણ ખાતરી થશે કે પ્રાણીઓ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.

Videos
11 67 બતકને તકલીફમાં જોઇ કૂતરાનાં બચ્ચાએ જે કર્યુ તે જોઇ ચોંકી જશો તમે, Video

માણસોની જેમ જ પ્રાણીઓ પણ એકબીજાને પ્રેમ કરતા હોય છે. તેઓ એકબીજાને જરૂરિયાત મુજબ મદદ પણ કરતા રહે છે. જો કે તેઓ મદદ કર્યા બાદ કોઇ હાવ ભાવ બતાવી શકતા નથી. સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને પણ ખાતરી થશે કે પ્રાણીઓ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.

આ પણ વાંચો – Political / તેલંગાણાનાં મંત્રીએ દુષ્કર્મ કેસનાં આરોપીને લઇને કહ્યુ- પહેલા ધરપકડ અને બાદમાં કરીશું એન્કાઉન્ટર

આ વીડિયો જોવામાં ખુબ જ સુંદર છે. વીડિયોમાં એક નાનો કૂતરો બતકને મદદ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી, તમે પણ પોતાને અન્યની મદદ કરતા રોકી શકશો નહિ. આ વીડિયો IFS ઓફિસર સુસંતા નંદાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – એક નાની મદદ કોઈનું જીવન બદલી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બતક છે, જે ઉલટુ પડી રહ્યુ છે અને ઉભા થવામાં અસમર્થ દેખાઇ રહ્યુ છે. વળી, નજીકમાં એક નાનો ક્યૂટ કૂતરો પણ બેઠો છે, જે બતકને જોઈ રહ્યો છે. પરંતુ, જ્યારે તે જુએ છે કે બતક મુશ્કેલીમાં છે, ત્યારે તે નજીક આવે છે અને બતકને ઉભા થવામાં મદદ કરે છે. અને પછી તે તેનની સાથે પ્રેમથી બેસી જાય છે.

આ પણ વાંચો – ઉતરાખંડ / પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને ગવર્નર તરીકે નિયુક્ત કરાયા, તેમણે રાજભવન ખાતે શપથ લીધા

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો એટલો ક્યૂટ છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે અને એકબીજા સાથે શેર પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – બધા પ્રાણીઓ પ્રેમની ભાષાને સારી રીતે સમજે છે !!! બીજાએ લખ્યું – પ્રાણી સહેલાઈથી સમજે છે પણ માનવી સમજી શકતો નથી!