મોત/ યુવા ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી મોત! બોલિંગ રનઅપમાં જ ઢળી પડયો

ક્રિકેટના મેદાનમાં ચાલુ મેચ દરમિયાન એક ઉભરતા યુવા ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે

Top Stories Sports
8 1 યુવા ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી મોત! બોલિંગ રનઅપમાં જ ઢળી પડયો

 રમત-ગમતના એકદમ ફિટ ખેલાડીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે,જેના લીધે રમત-ગમતની દુનિયામાં ચકચાર મચી જવા પામી છે.ક્રિકેટના મેદાનમાં ચાલુ મેચ દરમિયાન એક ઉભરતા યુવા ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ દિવસોમાં દેશભરમાં આવી ઘણી ઘટનાઓ બને છે જ્યારે ક્રિકેટના મેદાનમાં કોઈ ખેલાડીનું મૃત્યુ થાય છે. તાજેતરમાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જ્યારે ક્રિકેટ પીચ પર દોડતી વખતે કોઈનું મૃત્યુ થયું હતું અને કોઈનું ઈજાને કારણે મૃત્યુ થયું હતું, જમ્મુ અને કાશ્મીરથી આવા સમાચાર સામે આવ્યા છે જ્યાં યુવા બોલરનું નિધન થયું છે.

મળતી માહિતી મુજબ બોલિંગ રનઅપ દરમિયાન 20 વર્ષના યુવકનું મોત થયું હતું. સુહૈબ યાસીન નામનો આ ક્રિકેટર જુનૈદ તરીકે પણ ઓળખાતો હતો. તેના પિતાનું નામ મોહમ્મદ યાસીન છે. તે બારામુલ્લાના હંજીવેરા વિસ્તારનો રહેવાસી છે.આ ખેલાડીનું નામ સુહૈબ યાસીન છે. આ ખેલાડીનું શુક્રવારે બારામુલ્લાના પટ્ટનના હંજીવેરા વિસ્તારમાં એક મેચ દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ, જ્યારે આ 20 વર્ષનો ખેલાડી બોલિંગ માટે રનઅપ પર હતો ત્યારે તે અચાનક મેદાન પર પડી ગયો હતો. આ પછી યુવા ખેલાડીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ફિલ હ્યુજીસના બોલ વાગવાથી મોતનો મામલો ચાહકોના દિલમાં હજુ પણ તાજો છે. આ સિવાય ભારતના રમણ લાંબાનું પણ ક્રિકેટના મેદાન પર જ નિધન થયું હતું.