આપણે ધૂમ સ્ટાઇલ બાઈક પર સ્ટંટ કરતા ઘણા લોકોને જોયા હશે. જાહેર રોડ પર હાઈસ્પીડ મોટર સાઇકલ પર કરાતા આવા કરતબો અનેક વખત બાઈક ચાલક અથવા તો સામેવાળાનો જીવ જોખમમાં મૂકતાં હોય છે. અનેક વખત આવા યુવકો પર કાર્યવાહી થઈ છે, ત્યારે તાજેતરમાં જ સુરત પોલીસે એક સ્ટંટબાજ યુવક – યુવતી સામે કાર્યવાહી કરી છે.
આપને જણાવી દઈએ કે, આ વિડીયો કથિત રીતે પાલ વિસ્તારનો કહેવામાં આવી રહ્યો છે. વિડીયોમાં યુવક-યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : આજે અમદાવાદમાં દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન મોદી, શું છે ઘટનાક્રમ

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ગીત પણ મૂકવામાં આવ્યું છે. તેરી મહોબ્બત મેં આ ગીત સાથે વીડિયો વાયરલ થયો છે. યુવતી જ્યારે ચાલુ બાઈકે આગળ આવે છે ત્યારે યુવક એક હાથે બાઈક ચલાવતો નજરે પડી રહ્યો છે. એકાદ સેકન્ડ માટે બાઈક કાબૂ પણ ગૂમાવે છે પરંતુ બાદમાં યુવક બાઈક પર કાબૂ મેળવી લે છે. જો કે, આ જોખમી સ્ટન્ટમાં દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત.આ વિડીયો વાયરલ થયા બાદ યુવક યુવતી સામે કાર્યવાહીની મગ્ન સોશિયલ મીડિયા પર કરવામાં અવી રહી છે.

આ પહેલા ડુમસ રોડ પર એક યુવતી બાઈક પર સ્ટંટ કરતી હતી તેની ધરપકડ કરવામાં અવી હતી, અલગ અલગ સ્પોર્ટ્સ બાઇક પર માસ્ક પહેર્યા વગર છૂટા હાથે કરતબો કરતી હતી. જેનો વીડિયો કોઇએ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડ્યો હતો. જ્યાંથી વીડિયો ઉમરા પોલીસને મોકલાયો. પોલીસે કેટીએમ બાઇક નં.જીજે – 22 – ક – 9378ના આધારે તપાસ કરી બાઈક માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચીનો સંપર્ક કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે, સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આ શખ્સે તેણીને બાઈક આપ્યું હતું. પોલીસે સંજના ઉર્ફે પ્રિન્સીએ શોધી ધરપકડ કરી અને માસ્ક વગર જોખમી રીતે બાઇક રાઇડિંગ કરવા બદલ ગુનો નોંધ્યો.
આ પણ વાંચો : પત્નીની હત્યા બાદ CA પતિ પણ જેલમાં, ૨ લોકોની અટકાયત

આ યુવતી બારડોલીની રહેવાસી અને કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેના 3.27 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર સંજનાએ પાંચથી છ આઇડી બનાવ્યાં છે, જે પૈકી એક આઇડીમાં તેને 513 પોસ્ટ અપલોડ કરી હતી. આ 513 પોસ્ટ માંથી મોટા ભાગની પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતની હાઈ સ્પીડ બાઇક પર રાઇડિંગ કરતો વીડિયો મુકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દિલ્હી-NCR માં વાતાવરણમાં પલટો, જાણો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શું છે સ્થતિ
