Canada News/ કેનેડા જવાનું સપનું જોતા યુવાનો ખાસ વાંચજો, વર્ક પરમિટના નવા નિયમથી નોકરીના ફાંફા!

કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા યથાવત રહેશે

Top Stories World
Beginners guide to 2024 09 28T173813.661 કેનેડા જવાનું સપનું જોતા યુવાનો ખાસ વાંચજો, વર્ક પરમિટના નવા નિયમથી નોકરીના ફાંફા!
Canada News : કેનેડા વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી રાહતોમાં ધીમે ધીમે ઘટાડો કરી રહ્યું છે. પહેલા દર વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કરી દીધો અને હવે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટમાં ફેરફાર કરી દીધો છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા યથાવત રહેશે. કેનેડામાં અસ્થાયી નિવાસીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવા અને ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતા જાળવવા માટે નવા પગલાં પણ લેવામાં આવ્યા છે.કેનેડામાં થઈ રહેલા ફેરફારોને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી અસર થશે.
સૌથી વધુ અસર સ્ટડી પરમિટને લઈને છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીયો કેનેડા ભણવા ગયા છે. અહીં સૌથી મોટો ફેરફાર ‘પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પ્રોગ્રામ’ (PGWP) અને સ્પાઉસ વર્ક એલિજિબિટી સંબંધિત છે. કેનેડામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીઓને રોજગારની તકો પૂરી પાડવા માટે PGWP પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. ભારતીય વિદ્યાર્થીઓને આ ફેરફારોથી મોટી અસર થઈ શકે છે.પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) એ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી કેનેડામાં કામ કરવા માટે આપવામાં આવતી વર્ક પરમિટનો એક પ્રકાર છે. PGWP નો સમયગાળો કેનેડામાં પૂર્ણ થયેલા કોર્સની અવધિ પર આધાર રાખે છે અને તે 8 મહિનાથી 3 વર્ષ સુધીનો હોઈ શકે છે.
માર્ક મિલરે કહ્યું કે જે લોકોએ 1 નવેમ્બર પછી PGWP માટે અરજી કરશે, તેમના અભ્યાસના આધારે પરમિટ નક્કી કરવામાં આવશે.મિલરે કહ્યું, બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટરલ પ્રોગ્રામનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી PGWP હેઠળ કામ કરી શકશે. આવા વિદ્યાર્થીઓ તેમના જ્ઞાન અને સ્કીલ્સને ટ્રાન્સફર કરવા અને બદલાતી આર્થિક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સ્વીકારવામાં સક્ષમ હોય છે. કૉલેજ સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા પ્રોગ્રામમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદેશી વિદ્યાર્થીઓ હવે PGWP માટે પાત્ર રહેશે નહીં, જ્યાં સુધી તેમનું કામ લેબર માર્કેટવાળા ક્ષેત્ર સાથે જોડાયેલું ન હોય. માત્ર આટલું જ નહીં, પરંતુ PGWP માટે વિદ્યાર્થીઓ પાસે ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી રહેશે. કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક (CLB) લેવલ 7 ની PGWP માટે નવેમ્બર 1, 2024ના રોજ અથવા તે પછી અરજી કરનાર યુનિવર્સિટીના સ્નાતકો માટે અને કૉલેજ સ્નાતકો માટે CLB 5 હોવી જરૂરી છે.
વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોની સરકારે એપ્રિલ 2024 થી જ વિદેશી વિદ્યાર્થીઓના સ્પાઉસને વર્ક પરમિટ આપવાનું બંધ કરી દીધું હતું. વર્ક પરમિટ માત્ર માસ્ટર ડીગ્રી, ડોક્ટરલ ડીગ્રી કે અન્ય કોઈ પ્રોફેશનલ ડીગ્રી પ્રોગ્રામ કરી રહેલા વિદ્યાર્થીઓના સ્પાઉસને જ આપવામાં આવે છે. જો કે, તે સમયે કોર્સના સમયગાળાના આધારે સ્પાઉસને વર્ક પરમિટ આપવાની કોઈ શરત નહોતી. પરંતુ હવે સ્પાઉસને વર્ક પરમિટ ત્યારે જ આપવામાં આવશે જ્યારે વિદેશી વિદ્યાર્થીનો માસ્ટર કોર્સનો અભ્યાસ ઓછામાં ઓછો 16 મહિના સુધી ચાલશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેનેડામાં ઇમિગ્રન્ટ્સ માટે જોબ્સના નિયમોમાં મોટો ફેરફાર, આજથી કાયદો અમલમાં આવશે, ભારતીયોની મુશ્કેલીઓ વધશે

આ પણ વાંચો:કેનેડા 2 વર્ષ પહેલા ગયેલી ભારતીય યુવતીનું મોત, વીડિયો કોલમાં પરિવાર સામે જ અચાનક ઢળી પડી

આ પણ વાંચો:કેનેડામાં 13 હજાર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે અસાઈલમ માટે અરજી કરી, ચોંકાવનારા ડેટા આવ્યા સામે