Rajkot Crime/ હની ટ્રેપમાં ફસાયેલા યુવકે કર્યો આપઘાત, વિડીયોમાં કર્યા ગંભીર આક્ષેપો

રાજકોટ હનીટ્રેપમાં ફસાયેલા યુવકે આપઘાત કર્યો. આ યુવકે આપઘાત કરતી વખતી વીડિયો બનાવી સ્ટેટસમાં મૂક્યો અને નદીમાં ઝંપલાવ્યું.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2024 05 10T153823.702 હની ટ્રેપમાં ફસાયેલા યુવકે કર્યો આપઘાત, વિડીયોમાં કર્યા ગંભીર આક્ષેપો

રાજકોટ હનીટ્રેપમાં ફસાયેલા યુવકે આપઘાત કર્યો. આ યુવકે આપઘાત કરતી વખતી વીડિયો બનાવી સ્ટેટસમાં મૂક્યો અને નદીમાં ઝંપલાવ્યું. યુવકનું નામ અજય ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.

શહેરમાં અજય ચૌહાણ નામના યુવકે હની ટ્રેપમાં ફસાયો હોવાનું માલૂમ પડતા જીવન ટૂંકાવ્યું. યુવકે મરતી વખતે વીડિયો બનાવી સ્ટેટ્સમાં મૂકી નદીમાં ઝંપલાવ્યું. પ્રાથમિક તપાસમાં યુવકની આત્મહત્યા માટે GRD યુવાન-યુવતી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા કરતા પહેલા યુવાને વિડીયોમાં કેટલાક લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. નદીમાં ઝંપલાવનાર યુવકની આત્મહત્યા મામલે મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ બની હતી ઘટના

અગાઉ પણ રાજકોટમાં એક યુવક હની ટ્રેપમાં ફસાયો હતો. એક યુવતીએ યુવકની સરળતાનો લાભ ઉઠાવ્યો હતો. તેની સાથે મિત્રતા કેળવી ફરવા ગયો અને તે સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવા લાગી. યુવતીએ યુવકને બ્લેકમેલ કરતા 1.50 લાખ રૂપિયાની માંગણી કરી. પૈસા ના આપતા પરિવારને જણાવવાની અને હોબાળો મચાવવાની ધમકી આપી. આ મામલે યુવકે બે મહિલા અને એક યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…