Jamnagar News: જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ (Drowned) થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. તેના લીધે યુવાનનું કુટુંબ શોકમાં છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ નામનો 18 વર્ષનો યુવાન પોતાના જ અન્ય બે મિત્રો સાથે રવિવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગરથી સપડા ડેમ પાસે ગયો હતો, અને ત્રણેય યુવાનો ડેમના પાણીમાં નાહવા માટે પડયા હતા.
દરમિયાન શહેજાદ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને ડૂબવા લાગ્યો હતો. આ વેળાએ તેના અન્ય બે મિત્રો કે જેઓ કિનારા પર હતા, અને બૂમાબૂમ કરી હતી, પરંતુ શહેજાદ ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડેમના પાણીને તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. દસેક મિનિટની જહેમત બાદ શહેઝાદને પાણીમાંથી બહાર કાઢીને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. યુવાન પુત્રના મોતથી સમગ્ર પરિવારમાં અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.
હાલમાં દશામાનું વ્રત રાજ્યના લોકો ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે તેમા દુઃખદ બનાવ બન્યો છે. રાતના જાગરણ પછી ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારે દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા જતાં પાંચ જણા નદીમાં ડૂબ્યા છે. આ ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે આવેલી સાબરમતી નદીના પટમાં બની હતી. તેના પગલે ચારેય બાજુ શોરબકોર મચી ગયો હતો. અગ્નિશામક દળની ભારે શોધખોળ પછી ડૂબેલા પાંચમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહૂતિ થઈ હતી અને રાત્રે જાગરણ હતુ. તેના પછી આજે વહેલી સવારે વિસર્જન કરવા દરમિયાન આ ઘટના બની હતી.
આ પણ વાંચો: પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં
આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો
આ પણ વાંચો: રક્ષાબંધને ઉભરાટના દરિયામાં ત્રણ ડૂબ્યાં