Grammy Awards 2021/ કેનેડિયન યુટ્યુબરે ખેડૂત આંદોલનને સમર્થન કરતા કર્યું કઇંક આવું

દેશમાં છેલ્લા 100 દિવસથી પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને દુનિયાભરથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

Top Stories World
ગરમી 86 કેનેડિયન યુટ્યુબરે ખેડૂત આંદોલનને સમર્થન કરતા કર્યું કઇંક આવું

દેશમાં છેલ્લા 100 દિવસથી પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને દુનિયાભરથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા તેના સમર્થનમાં સામે આવી રહ્યા છે, ત્યારે ઘણા તેનો વિરોધ કરતા પણ જોવા મળ્યા છે. ભારતીય મૂળનાં કેનેડિયન યુટ્યુબર લીલી સિંહે આ ખેડૂત આંદોલનને એક અલગ જ રીતે સમર્થન કર્યુ છે.

રાજકારણ / કોરોનાનાં વધતા કેસ પર રાહુલે કર્યુ ટ્વીટ – મે આ પહેલા જ આપી હતી ચેતવણી

આપને જણાવી દઇએ કે, લોસ એન્જલસમાં 14 માર્ચે ગ્રેમી એવોર્ડ્સ યોજાયો હતો. જ્યા ભારતીય મૂળનાં કેનેડિયન યુટ્યુબર લીલી સિંહ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનાં સમર્થનમાં ગ્રેમી એવોર્ડ 2021 દરમિયાન માસ્ક પહેરેલી જોવા મળી હતી. 2021 નાં ​​ગ્રેમી એવોર્ડ્સમાં એન્ટ્રી કરતા તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ. લીલી સિંહ ગ્રેમી એવોર્ડ 2021 નાં રેડ કાર્પેટ પર ‘I Stand with Farmers’ લખેલા માસ્ક પહેરેલી નજરે આવી હતી. તેણે પોતાનો બ્લેક સૂટ પહેરેલો ફોટો ટ્વીટ કર્યો છે. જણાવી દઇએ કે, આપણા દેશમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો તેમની માંગણીઓને લઇને સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ખેડૂત આંદોલનને લઇને રિહાન્નાથી લઇને પૂર્વ પોર્નસ્ટાર મીયા ખલિફાએ પણ ટ્વીટ કરી પોતાનું સમર્થન દર્શાવ્યુ છે. વળી જો લીલી સિંહની વાત કરીએ તો તે કેનેડામાં રહેતી લીલી સિંહ યુટ્યુબ વીડિયો પરથી દર વર્ષે 50 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. તેણે ફોર્બ્સ મેગેઝિનની યુટ્યુબ બેતાજ બાદશાહની લિસ્ટમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જણાવી દઇએ કે, આ અગાઉ પણ, લીલી સિંહે ટિક-ટોક વીડિયો દ્વારા ‘ઇતિહાસનાં આ સૌથી મોટા પ્રોટેસ્ટ’ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ