Not Set/ ઝઘડિયા : GIDCની કંપની કામ કોન્ટ્રટર પાસે ખંડણીની માંગ કરાતા ચકચાર

  પ્રકાશ ચૌહાણ , મંતવ્ય ન્યુઝ,  ઝઘડિયા   ઝઘડીયા GIDCની કંપની કામદાર કોન્ટ્રટર પાસે ખંડણીની માંગ કરાતા ચકચાર    કંપનીમાં કોન્ટ્રાકટ ચલાવવો હોઈ તો આપવું પડશે કમિશન કહી કર્યો હુમલો  હિતેશ તથા પ્રકાશે નામના યુવકે આપેલ ધમકીનો ઓડિયો થયો વાયરલ  ઘટના પગલે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ   ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કોન્ટ્રાક […]

Gujarat
IMG 20210617 223803 1 ઝઘડિયા : GIDCની કંપની કામ કોન્ટ્રટર પાસે ખંડણીની માંગ કરાતા ચકચાર

 

પ્રકાશ ચૌહાણ , મંતવ્ય ન્યુઝ,  ઝઘડિયા

 

ઝઘડીયા GIDCની કંપની કામદાર કોન્ટ્રટર પાસે ખંડણીની માંગ કરાતા ચકચાર   

કંપનીમાં કોન્ટ્રાકટ ચલાવવો હોઈ તો આપવું પડશે કમિશન કહી કર્યો હુમલો 

હિતેશ તથા પ્રકાશે નામના યુવકે આપેલ ધમકીનો ઓડિયો થયો વાયરલ 

ઘટના પગલે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

 

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કોન્ટ્રાક ચાલવતા કોન્ટ્રાકટર પાસે ખંડણીની માંગણી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ઘટનામાં ખંડણી માંગતો અડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

IMG 20210617 223803 ઝઘડિયા : GIDCની કંપની કામ કોન્ટ્રટર પાસે ખંડણીની માંગ કરાતા ચકચાર

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં અલગ-અલગ પ્રકારના કોન્ટ્રાક્ટરો લેબર રાખી કામ કરે છે. સુરતના પીપલોદ ખાતે રહેતા રાકેશ નૈષદભાઈ દલાલ કંપનીમાં સ્કે ફોલ્ડિંગ અને પેઇન્ટિંગના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. લેબરોની દેખરેખ રાખવા માટે તેમણે સુભાષકુમાર નામના ઈસમને સુપરવાઇઝર તરીકે રાખ્યો છે. ગતરોજ સુભાષકુમાર તેના લેબરને લઇ કંપની પર કામે જતો હતો ત્યારે આરતી ચોકડી પાસે એક બુલેટ મોટરસાઇકલ ઉપર બે માણસો હિતેશ ઉર્ફે કારીયો બકોર પટેલ તથા પ્રકાશ દિવેડી આવી અને લેબરો સાથે મારઝૂડ કરવા લાગેલ તે દરમિયાન સુપરવાઇઝર સુભાષકુમારે માણસો ને કેમ મારો છો તેમ કહેતા તે કહેતો હતો કે તમે કોને પૂછીને આરતી કંપનીમાં કામે જાવ છો અને કોના કોન્ટ્રાક્ટ માં જાવ છો તેનું નામ આપો તેમ કહી લેબર દિલીપ પ્રેમલાલ ઠાકોર તથા બ્રિજેન્દ્ર રાજકિશોર પાસવાને લાકડીના સપાટા માર્યા હતા. લેસરો સાથે મારઝુડ કરનારાઓ જણાવતા હતા કે ટકાવારી લેખે પૈસા આપવા પડશે નહીં આપો તો કામ બંધ કરવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ ઉપરાંત હિતેશ ઉર્ફે કારીયો બકોર પટેલ તથા પ્રકાશ દિવેડીએ આરતી કંપનીમાં આંબેડકર કંટ્રકશનના નામથી કામ કરતાં સંજીવકુમાર કપિલદેવરામ ના કોન્ટ્રાક્ટમાં સુખદેવ શ્યામસુંદર તિવારી નામનો ઇસમ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તે પણ આજ રોજ તેમના લેબરોને લઈને કંપની પર જતો હતો તે દરમિયાન હિતેશ પટેલ તથા પ્રકાશ દિવેદીએ લેબરોને રોકી જણાવતા હતા કે કામ કરવું હોય તો દર મહિને બે ટકા લેખે હપ્તો આપવો પડશે નહીં તો તમારા ટાંટીયા ભાગી જાનથી મારી નાખીશું તેવી માં બેન સમાણી ગાળો આપી ધમકી આપી હતી જેથી આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કોન્ટ્રાક્ટર રાકેશભાઈ દલાલે , હિતેશ ઉર્ફે કારીયો બકોર પટેલ રહે. તલોદરા, પ્રકાશ દિવેડી રહે. અંકલેશ્વર વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત હિતેશ તથા પ્રકાશે એક માસ અગાઉ પણ રાકેશ દલાલના લેબરોને કંપનીના ગેટ પાસે આવી ટકાવારીના પૈસા આપો નહીં તો કામ બંધ કરી દો તેવી ધમકી તેના લેબરો ને આપી હતી.