Not Set/ મુક્કો મારનારા ડિલીવરી બોયે જણાવી પોતાની સ્ટોરી, જાણો તેણે શું કહ્યું

ઝોમેટોના ડિલીવરી બોયના મતે હકીકત કંઇક જુદી યુવતીની વીંટી ભુલથી તેને જ વાગી ઝોમેટો ડિલીવરી બોય કેસમાં નવું ટ્વીસ્ટ આવ્યું છે. કર્ણાટકના બેંગ્લુરુમાં એક મહિલા પર હુમલો કરવાના આરોપમાં ફૂડ ડિલીવરી એપ ઝોમેટોના ડિલીવરી બોયની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ડિલીવરી બોય કામરાજે આખી ઘટનામાં પોતાની વાત પોલીસ સમક્ષ વર્ણવી છે. યુવતીના નિવેદનથી બિલકુલ […]

Top Stories India Trending
  • ઝોમેટોના ડિલીવરી બોયના મતે હકીકત કંઇક જુદી
  • યુવતીની વીંટી ભુલથી તેને જ વાગી

ઝોમેટો ડિલીવરી બોય કેસમાં નવું ટ્વીસ્ટ આવ્યું છે. કર્ણાટકના બેંગ્લુરુમાં એક મહિલા પર હુમલો કરવાના આરોપમાં ફૂડ ડિલીવરી એપ ઝોમેટોના ડિલીવરી બોયની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ડિલીવરી બોય કામરાજે આખી ઘટનામાં પોતાની વાત પોલીસ સમક્ષ વર્ણવી છે. યુવતીના નિવેદનથી બિલકુલ ઉલટુ આ વ્યક્તિએ તો એવો દાવો કર્યો છે કે યુવતીએ જાતે જ પોતાને ઇજા પહોંચાડી છે.

હકીકતમાં આ વિવાદની શરુઆત ત્યારે થઇ જ્યારે એક કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો નાંખીને આરોપ લગાવ્યો હતો કે ઝોમેટોના ડિલીવરી બોયે તેમના ચહેરા પર પંચ એટલે કે મુક્કો માર્યો હતો.  આ ઘટના પર ખાસ્સો વિવાદ પણ થયો હતો.

હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ડિલીવરી બોય કામરાજે એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતાં કહ્યું કે જ્યારે તે મહિલાના ઘરે પહોંચ્યો તો તે પેમેન્ટ લેવાની રાહ જોઇને ઉભો હતો. બોયે ક્હયું કે સૌ પ્રથમ તો ટ્રાફિક જામમાં ફસાવાના કારણે મેં મહિલાની માફી માંગી. પરંતુ તે મોડા આવવા માટે મારી સાથે સતત ઝઘડતી રહી. એટલું જ નહીં, યુવતીએ તેને પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો કંપનીએ ખાવાનું પાછુ લાવવા માટે કહ્યું. પરંતુ યુવતીએ ખાવાનું પાછુ ન આપ્યું. દરમિયાન તેણે ચપ્પલથી ડિલીવરી બોયને મારવાની કોશિશ કરી અને પોતાને બચાવવાના ચક્કરમાં યુવતીનો હાથ તેના જ મોં પર વાગ્યો અને રિંગથી તેના નાક પર ઇજા થઇ.