Not Set/ ZOOM એપ ને ટક્કર આપવા માટે રિલાયન્સ લઇને આવ્યુ JioMeet

ફેસબુક અને ઇન્ટેલ જેવી કંપનીઓને તેના ડિજિટલ વ્યવસાયમાં હિસ્સો વેચીને અબજો ડોલર એકત્ર કર્યા બાદ, રિલાયન્સે હવે ઝૂમ એપને કડક સ્પર્ધા આપવા માટે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન જિઓમીટ લોન્ચ કરી છે, જેમાં અમર્યાદિત ફ્રી કોલિંગ આપવામાં આવશે. બીટા પરીક્ષણ પછી, જિઓમીટ ગુરુવારથી એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ અને વેબ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. ખાસ વાત એ છે […]

Tech & Auto
a0582e5c2d7ff732ba663e0284dc3326 ZOOM એપ ને ટક્કર આપવા માટે રિલાયન્સ લઇને આવ્યુ JioMeet

ફેસબુક અને ઇન્ટેલ જેવી કંપનીઓને તેના ડિજિટલ વ્યવસાયમાં હિસ્સો વેચીને અબજો ડોલર એકત્ર કર્યા બાદ, રિલાયન્સે હવે ઝૂમ એપને કડક સ્પર્ધા આપવા માટે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન જિઓમીટ લોન્ચ કરી છે, જેમાં અમર્યાદિત ફ્રી કોલિંગ આપવામાં આવશે.

બીટા પરીક્ષણ પછી, જિઓમીટ ગુરુવારથી એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ અને વેબ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે તેમાં ઝૂમ એપની જેમ 40 મિનિટની સમયમર્યાદા નથી. તેમા એક સાથે 100 લોકોને સમાવી શકાય છે. જિઓમીટ દ્વારા એક દિવસમાં ઘણી મીટિંગ્સ યોજાઇ શકે છે અને કોઈપણ મીટિંગ કોઈપણ અવરોધ વિના 24 કલાક ચાલી શકે છે. દરેક મીટિંગ પાસવર્ડથી સુરક્ષિત છે.

મીટિંગનું આયોજન કરનાર વ્યક્તિ વેટિંગ રૂમની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ કોઈ પણ સહભાગીઓને મંજૂરી વિના મીટિંગમાં હાજર થવા દેશે નહીં. તેમા ગ્રુપ બનાવવાની મંજૂરી છે. કોલિંગ અથવા ચેટિંગ ફક્ત એક ક્લિકથી કરી શકાય છે. વળી, ઝૂમ પર 40 મિનિટથી વધુની મીટિંગ માટે માસિક ફી $ 15 છે. વાર્ષિક ધોરણે તે $ 180 રહેશે. તેનાથી વિપરિત, જિઓમીટ સાથે ઝૂમ મીટિંગ યોજવાથી વાર્ષિક રૂ.13,500 ની બચત થશે.

ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ પર પહેલેથી જ આ એપ્લિકેશનનાં પાંચ મિલિયન ડાઉનલોડ્સ છે. આ એપ્લિકેશન એવા સમયે રજૂ કરવામાં આવી છે જ્યારે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટાની ગુપ્તતા સામેના ખતરાને ધ્યાનમાં રાખીને ચીન સંબંધિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ટિકટોક પણ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.