Not Set/ અખિલેશે વિજય રૂપાણીને આપ્યો જવાબ, કહ્યું અમે ગઘેડાની વાત નથી કરતા કામની વાત કરીએ છીએ

નવી દિલ્હીઃ અખિલેશ યાદવે ગુજરાતના ગધેડાને નમે સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે યૂપીના બહરાઇચમાં એક જનસભાને સંબોધન કરતા વધારે એક વાર ગુજરાતના ગઘેડાનો ઉલ્લેખ કર્યો હતો. અખિલેશ યાદવે ગઘેડા વાળા નિવેદન પર કહ્યું હતું કે,  ગુજરાતના એક નેતા કહે છે તમને ગુજરાતના ગધેડા વિશે ખબર નથી.. અમારે ગઘેડા […]

India
cm akhilesh 22 02 2017 1487748972 storyimage અખિલેશે વિજય રૂપાણીને આપ્યો જવાબ, કહ્યું અમે ગઘેડાની વાત નથી કરતા કામની વાત કરીએ છીએ

નવી દિલ્હીઃ અખિલેશ યાદવે ગુજરાતના ગધેડાને નમે સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે યૂપીના બહરાઇચમાં એક જનસભાને સંબોધન કરતા વધારે એક વાર ગુજરાતના ગઘેડાનો ઉલ્લેખ કર્યો હતો. અખિલેશ યાદવે ગઘેડા વાળા નિવેદન પર કહ્યું હતું કે,  ગુજરાતના એક નેતા કહે છે તમને ગુજરાતના ગધેડા વિશે ખબર નથી.. અમારે ગઘેડા પર વાત નથી કરવી. અમે તો ફક્ત કામની વાત કરવા માંગીએ છીએ.

વિજય રૂપાણી અખિલેશ યાદવને ગુજરાતમાં આવેલા ઘુડખર વિશે માહિતી મેળવવા માટે કહ્યું હતું. તેના જવાબમાં અખિલેશ યાદવે વળતો જવાબ આપ્યો હતો.

અખિલેશ યાદવે ઘુડખરને લઇને નિવદન આપ્યું હતું કે, અમિતાબ બચ્ચનને ગુજરાતના ગઘેડાઓની જાહેરાત ના કરવા અપિલ કરુ છું. ત્યાર અખિલેશના આ નિવેદનને લઇને વિવાદ થયો હતો. જેનો જવાબ ગુજરાતના મુખ્યમંત્ર્ અખિલેશ યાદવે આપ્યો હતો.

વધુમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે, પહેલા તબક્કાથી જ હવા અમારા પક્ષમાં વહી રહી છે.,એટલે સાઇકલ વધારે તેજ દોડશે.લોકોને સમાજવાદી પાર્ટી પર વિશ્વાશ છે.  સપા સરકારની એમ્બ્યુલંસ પર વિશ્વાસ છે. 108 અને 102 એમ્બ્યુલન્સ અમુક મિનિટોમાં લોકો સુધી પહોંચી જાય છે.  વિજળીની વ્યવસ્થા પણ પહેલા કરતા વધારે સારી કરવામાં આવી છે. અત્યારે ગામડાઓમાં 14 થી 16 કલાક આપવામાં આવે છે.  આવનારા સમયમાં 24 કલાક વિજળી પૂરી પાડવામાં આવશે.