Not Set/ અભિનેતા કરાવતા હોય છે પોતાની ર્ગલફેન્ડના નામનુ ટેટુ આ અભિનેતાએ કરાવ્યુ બહેનના નામનુ ટેટુ

સોનમ કપૂરનું નામ જોરશોરથી બોલિવૂડની ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. એક ટેટૂ છે તેનુ કારણ .આ અભિનેત્રીના નામનું ટેટૂ જ્યારથી એક અભિનેતાની પીઠ પર જોવા મળ્યું છે ત્યારથી તે કલાકારના સોનમ માટેના પ્રેમની વાતોએ પણ વેગ લીધો છે. જો કે આ અભિનેતા અન્ય કોઈ નહીં તેનો ભાઈ હર્ષવર્ધન છે અને જે પ્રેમની વાત છે તે ભાઈ-બહેન વચ્ચેના […]

Entertainment
sonam kapoor harshvardhan kapoor અભિનેતા કરાવતા હોય છે પોતાની ર્ગલફેન્ડના નામનુ ટેટુ આ અભિનેતાએ કરાવ્યુ બહેનના નામનુ ટેટુ

સોનમ કપૂરનું નામ જોરશોરથી બોલિવૂડની ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. એક ટેટૂ છે તેનુ કારણ .આ અભિનેત્રીના નામનું ટેટૂ જ્યારથી એક અભિનેતાની પીઠ પર જોવા મળ્યું છે ત્યારથી તે કલાકારના સોનમ માટેના પ્રેમની વાતોએ પણ વેગ લીધો છે.

જો કે આ અભિનેતા અન્ય કોઈ નહીં તેનો ભાઈ હર્ષવર્ધન છે અને જે પ્રેમની વાત છે તે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમની વાત છે. હર્ષવર્ધને તેના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે ટી-શર્ટ પહેરતો જોવા મળે છે અને કેપ્શનમાં લખ્યું છે કે તે વેકેશન માણવા જઈ રહ્યો છે. આ ટ્વિટના કારણે હર્ષવર્ધન વિશેની એક વાત પણ જાહેર થઈ કે તેણે તેની પીઠ પર બંને બહેનોના નામ લખાવ્યા છે.સામાન્ય રીતે અભિનેતાઓ પોતાની ગર્લફેન્ડના નામના ટેટૂ પોતાના શરીર પર કરાવતાં હોય છે અથવા તો કોઈ ખાસ શબ્દો કે ચિન્હો અંકિત કરાવે છે. પરંતુ હર્ષવર્ધને તેની બહેન રિયા અને સોનમના નામના ટેટૂ કરાવ્યા છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે હર્ષ તેની બહેનોને કેટલો પ્રેમ કરે છે