Not Set/ અમદાવાદઃ બોપલમાં ઘરઘાટીએ એકલતાનો લાભ લઇને શેઠાણી સાથે કરી બળજબરી

અમદાવાદઃ બોપલમાં એક ઘરઘાટીએ પોતાની શેઠાણીની એકલતાનો લાભ લઇને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મીનાક્ષીબેન નામની પરણીતાએ નોકરની આ પ્રકારની હરકતનો વિરોધ કરીને બૂમાબૂમ કરી હતી. જેથી નોકર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મામલે બોપલ પોલીસે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મીનાક્ષીબેનના પતિ ટ્રાવેલિંગનું કામ કરે છે. […]

Uncategorized

અમદાવાદઃ બોપલમાં એક ઘરઘાટીએ પોતાની શેઠાણીની એકલતાનો લાભ લઇને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મીનાક્ષીબેન નામની પરણીતાએ નોકરની આ પ્રકારની હરકતનો વિરોધ કરીને બૂમાબૂમ કરી હતી. જેથી નોકર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મામલે બોપલ પોલીસે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મીનાક્ષીબેનના પતિ ટ્રાવેલિંગનું કામ કરે છે. ઘરમાં તેમની એક નાની દિકરી પણ છે. મીનાક્ષીબેનના પતિ કામથી બહાર ગયા હોવાથી ઘરે એકલા હતા. ત્યારે તેમની એકલતાનો લાભ લેવા માટે નોકર સોહન ઉર્ફે રાજૂ પટેલ નામનો યુવક ઘરે આવ્યો હતો. અને મીનાક્ષીબેનને પાછળથી પકડી લીધા હતા. જેથી ડરી ગયેલા મીનાક્ષીબેનને જોર જોરથી બૂમો પાડી હતી. જેથી આરોપી રાજૂ પટેલ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.