Not Set/ સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ મુઠભેડ : ચાર આતંકી ઢેર, ચાર જવાન શહિદ

પાડોસી દેશ પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાત્રે નોર્થ કાશ્મીરના બાંદીપોરના ગુરેઝ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતમાં ભારતના ચાર જવાન શહિદ થઇ ગયા છે. આ મુઠભેડમાં જ સેનાએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાતથી જ કેટલાક આતંકીઓ ઘુસપેઠ કરવાની […]

Uncategorized
04army op1 સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ મુઠભેડ : ચાર આતંકી ઢેર, ચાર જવાન શહિદ

પાડોસી દેશ પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાત્રે નોર્થ કાશ્મીરના બાંદીપોરના ગુરેઝ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતમાં ભારતના ચાર જવાન શહિદ થઇ ગયા છે. આ મુઠભેડમાં જ સેનાએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાતથી જ કેટલાક આતંકીઓ ઘુસપેઠ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જે બાદ સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. એ સમયે આતંકીઓ અને જવાનો વચ્ચે મુઠભેડ થઇ હતી. શહિદ થયેલા જવાનોમાં સેનાના એક મેજર પણ સામેલ છે. આ દરમિયાન સેનાએ અને આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.

પાકિસ્તાને સોમવાર રાતથી જ ગોળીબાર ચાલુ કરી દીધો હતો. અને હાલ પણ ગોળીબાર ચાલુ જ છે. 2003ની સમજૂતી બાદ આ પહેલી વાર છે, જયારે પાકિસ્તાને આ વિસ્તારમાં આ પ્રકારનો મોર્ટાર મારો કર્યો હતો. અને ભારતે પણ સામે એવી જ ભાષામાં જવાબ આપ્યો હતો.

ajit doval story 647 102116090558 102916112316 091617084452 0 e1533626085375 સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ મુઠભેડ : ચાર આતંકી ઢેર, ચાર જવાન શહિદ

આર્મીના સૂત્રોનું માનવામાં આવે તો પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ આતંકીઓને ઘુસપેઠ કરાવવાના હેતુથી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની કોશિશ છે કે ગોળીબાર કરીને ભારતીય સેનાનું ધ્યાન ભટકાવીને ભારતમાં આતંકીઓની ઘુસપેઠ કરાવી શકાય.

મહત્વનું છે કે પાકિસ્તાન તરફથી આ વર્ષે ઘણી વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સામે ભારતીય સેનાએ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપતા પાકિસ્તાને ખુદે ગોળીબારને રોકવાની અપીલ કરવી પડી હતી.