Not Set/ Viral Video/ યુઝવેન્દ્ર ચહલની Fiance એ ગુજરાતી ગીત ‘છોગાડા તારા’ પર કર્યો ધમાકેદાર ડાન્સ

  ભારતીય ક્રિકેટ ટીમનાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા આજકાલ પોતાના ડાન્સ વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં બની રહી છે. તેના વીડિયો આવે તે દિવસે જ વાયરલ થઈ રહ્યા છે. ધનાશ્રી વર્માનો ડાન્સ વીડિયો ફરી સામે આવ્યો છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ વીડિયોમાં પ્રખ્યાત યુ ટ્યુબર અને […]

Uncategorized
164e38f07cfe9a3502a297d16d16e140 1 Viral Video/ યુઝવેન્દ્ર ચહલની Fiance એ ગુજરાતી ગીત 'છોગાડા તારા' પર કર્યો ધમાકેદાર ડાન્સ
164e38f07cfe9a3502a297d16d16e140 1 Viral Video/ યુઝવેન્દ્ર ચહલની Fiance એ ગુજરાતી ગીત 'છોગાડા તારા' પર કર્યો ધમાકેદાર ડાન્સ 

ભારતીય ક્રિકેટ ટીમનાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા આજકાલ પોતાના ડાન્સ વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં બની રહી છે. તેના વીડિયો આવે તે દિવસે જ વાયરલ થઈ રહ્યા છે. ધનાશ્રી વર્માનો ડાન્સ વીડિયો ફરી સામે આવ્યો છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ વીડિયોમાં પ્રખ્યાત યુ ટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા બોલિવૂડ ગરબા કરતી જોવા મળી રહી છે. લોકો તેના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ધનાશ્રી વર્મા આ વીડિયોમાં જોઇ શકાય છે કે, તે છોગાડા તારાગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં ઘણા ડાન્સર્સ જોવા મળી રહ્યા છે, જે તેમને ખૂબ ચીયર કરી રહ્યા છે. ધનાશ્રી વર્માનો આ વીડિયો 4 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર વર્ષ 2018 માં મૂકવામાં આવ્યો હતો. વીડિયો જોયા પછી ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ધનાશ્રી વર્માએ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની મેચ મેકિંગનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, ત્યારથી ધનશ્રીનાં ડાન્સ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર થયા છે. તાજેતરમાં જ ધનાશ્રીનાં એક ડાન્સ વીડિયોએ ધમાલ મચાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.