Not Set/ અમદાવાદઃ હોટેલ ક્રિષ્નામાંથી ઝડપાયું સેક્સ રેકેટ, ત્રણ બિલ્ડર મુંબઇની યુવતી પકડાયા

અમદાવાદઃ એસ.જી હાઇવે પર આવેલા હોટેલ ક્રિષ્નામાં ચાલતા સેક્સ રેકેટનો વસ્ત્રપુર પોલીસે પર્દાફાસ કર્યો હતો. પોલીસ બાતમીના આધારે કરેલી રેડમાં ત્રણ બિલ્ડર પુરુષ ગ્રાહકો અને મુંબઇની યુવતીને હોટેલના ચોથા માળેથી ઝડપી પાડ્યા હતા. આરોપી વિક્રમસિંહ રાઠોડ, વિજયસિંહ રાઠોડ અને રક્ષિત રાઠોડ મુળ કચ્છ-ભુજના છે અને તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિલ્લી કામઅર્થે ગયા હતા. […]

Uncategorized

અમદાવાદઃ એસ.જી હાઇવે પર આવેલા હોટેલ ક્રિષ્નામાં ચાલતા સેક્સ રેકેટનો વસ્ત્રપુર પોલીસે પર્દાફાસ કર્યો હતો. પોલીસ બાતમીના આધારે કરેલી રેડમાં ત્રણ બિલ્ડર પુરુષ ગ્રાહકો અને મુંબઇની યુવતીને હોટેલના ચોથા માળેથી ઝડપી પાડ્યા હતા.

આરોપી વિક્રમસિંહ રાઠોડ, વિજયસિંહ રાઠોડ અને રક્ષિત રાઠોડ મુળ કચ્છ-ભુજના છે અને તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિલ્લી કામઅર્થે ગયા હતા. પરત ફરી આ હોટલમાં રોકાયા હતા અને ત્યારબાદ મેનેજર મુકેશ દેસાઇની સાથે સાંઠગાંઠ રચી મુંબઇની યુવતીને બોલાવી હતી. મેનેજર મુકેશે દલાલ હિતેશનો સંપર્ક કરી આ યુવતી બોલાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

યુવતી મુંબઇની હતી અને તેના પિતા ડ્રાઇવરનો વ્યવસાઇ કરતા છે. આ પહેલા તે ડાંસબારમાં કામ કરતી હતી. 22 વર્ષિય યુવતીને તેની સ્ત્રી મિત્રએ હિતેશ પટેલ સાથે સંપર્ક કરાવ્યો હતો. હિતેશ પટેલે ગ્રાહકો સાથે સપર્ક કરાવીને આપ્યો હતો. એક રાતના 5 હજાર ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જેમા અવવા જવાનું ભાડૂ અલગથી નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસે ફરાર દલાલ હિતેશ પટેલની શોઘખોળ હાથ ધરી છે. પોલીસે યુવતીને છોડાવીને મુંબઇ મોકલાવી હતી.