Not Set/ અમદાવાદમાં અનરાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદ અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો છે…. જેને પગલે રોડ, રસ્તા, જમીન પર ભારે પાણી ભરાયા છે. જેને પગલે ગુજરાતના 10 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે. અમદાવાદમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. અમદાવાદનો સમગ્ર પૂર્વ અને પશ્રિમ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. અમરેલી બાજુ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં […]

Gujarat
vlcsnap error440 અમદાવાદમાં અનરાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદ અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો છે…. જેને પગલે રોડ, રસ્તા, જમીન પર ભારે પાણી ભરાયા છે. જેને પગલે ગુજરાતના 10 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે. અમદાવાદમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. અમદાવાદનો સમગ્ર પૂર્વ અને પશ્રિમ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. અમરેલી બાજુ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં રેલવે વ્યવહાર ખોરવાયો છે…. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણી ભરાયા છે, જેને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. બગોદરા વિસ્તારમાં સતત અને ભારે વરસાદ ચાલુ છે… આ ઉપરાંતવરસાદથી તંત્રની પોળ ખુલી છે… તો બીજી તરફ રાજકોટમાં ગઈકાલથી વરસાદ થઈ રહ્યો… રાજકોટ જિલ્લામાં વહીવટ તંત્રએ 700 લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરાવ્યું છે….