ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના ૯૫૦૦ થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. ત્યાર અમદાવાદની પરિસ્થિતિ કથળી રહી છે. અમદાવાદમાં પણ સતત કોરોના કેસમાં વધારો જોવા મીર્હ્યો હોવાને લઈને મનપા કમિશ્નર દ્વારા શાકભાજી અને કારીયાના વેચાણ પ્રતીબદંહ મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે બજારો ખુલતા સવાર થીજ કારીયાનું અને શાકભાજી લેવા લોકના ટોળેટોળા જોવા મળ્યા હતા,
અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાએ શાકભાજીનું હોલસેલ બજાર શરૂ કરવામાં આવ્યું છે. સવારના 3 કલાકથી 7 કલાક સુધી ખેડુતો શાકભાજી અને ફળફળાદિ નક્કી કરેલા હોલસેલ માર્કેટના સ્થળે વેચાણ શરૂ કર્યું છે. શહેરમાં પાલિકા દ્વાર શહેરમાં પાંચ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં શાકભાજી માર્કેટ શરૂ થઇ ગયું છે. પોલીસ અને ખાનગી સુરક્ષાના જવાનો પણ ઉપસ્થિત રહ્યા છે.
તો બીજી બાજુ માધુપુરા માર્કેટમાં કરિયાણાની દુકાનમાં લોકોની ભીડ લાગી હતી. સોશિયલ ડિસ્ટન્સ ભુલીને લોકો કરિયાણાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આ સ્થિતિના કારણે કોરોનાના કેસ વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન
