Not Set/ અમદાવાદ : કૃષ્ણનગરમાં અપહરણનો બનાવ

અમદાવાદમાં ગુનાખોરીનો આંકવધતો જઇ રહ્યો હોય તથા પોલીસનો ડરપણ છુમંતર થઇ ગયો હોય તેવું લાગી રહ્યુંછે. ગુનેગારો બેઝીઝક કોઇપણ ગુનો કરી રહ્યાં છે. ગુરૂવારે મોડી રાત્રે શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ સરદારચોક પાસે થી પૈસાની સામાન્ય બાબતમાં  4  થી  5 લુખ્ખાતત્વો એક વેપારીનું તેની જ દુકાનમાંથી જાહેરમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. મળી રહેલી પ્રાથમિક […]

Uncategorized

અમદાવાદમાં ગુનાખોરીનો આંકવધતો જઇ રહ્યો હોય તથા પોલીસનો ડરપણ છુમંતર થઇ ગયો હોય તેવું લાગી રહ્યુંછે. ગુનેગારો બેઝીઝક કોઇપણ ગુનો કરી રહ્યાં છે. ગુરૂવારે મોડી રાત્રે શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ સરદારચોક પાસે થી પૈસાની સામાન્ય બાબતમાં  4  થી  5 લુખ્ખાતત્વો એક વેપારીનું તેની જ દુકાનમાંથી જાહેરમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા. મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે ગત બુધવારે વેપારીને અંગત અદાવતમાં મારમારવામાં આવ્યાો હતો ત્યારબાદ ગુરૂવારે સાંજે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. કૃષ્ણનગર પોલીસે ધર્મેન્દ્ર બારડ સહિત  5 જેટલા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે. અપહરણની આ ઘટના ને  12 કલાક થી વધુ સમયવિત્યા છતાં પણ પોલીસને હજુ સુધી કોઇ સુરાગ હાથ લાગ્યાં નથી.