Not Set/ અમદાવાદ/ કોરોના ના કહેર વચ્ચે સાપ રેસ્ક્યૂના કોલમા થયો ઘરખમ વધારો

એક તરફ શહેર કોરોનાની ચપેટમાં આવી ગયું છે. માત્ર અમદાવાદમાં જ 100 લોકોના મોત થઇ ગયા છે, ત્યારે આવા માહોલમાં હવે શહેરમાં સાપ રેસ્ક્યૂના કોલમાં પણ સામાન્ય દિવસો કરતા ઘરખમ વધારો થયો છે. લોકડાઉનના 36 દિવસમાં અમદાવાદમાં સાપ રેસ્ક્યુના કુલ 40થી વધુ કોલ સાપ રેસ્ક્યુ ટીમને પ્રાપ્ત થયા છે.આમ, જો સરેરાશ જોવા જઈએ તો દરરોજના […]

Ahmedabad Gujarat
16e23552fafe376c727af13c3ac65436 અમદાવાદ/ કોરોના ના કહેર વચ્ચે સાપ રેસ્ક્યૂના કોલમા થયો ઘરખમ વધારો
16e23552fafe376c727af13c3ac65436 અમદાવાદ/ કોરોના ના કહેર વચ્ચે સાપ રેસ્ક્યૂના કોલમા થયો ઘરખમ વધારો

એક તરફ શહેર કોરોનાની ચપેટમાં આવી ગયું છે. માત્ર અમદાવાદમાં જ 100 લોકોના મોત થઇ ગયા છે, ત્યારે આવા માહોલમાં હવે શહેરમાં સાપ રેસ્ક્યૂના કોલમાં પણ સામાન્ય દિવસો કરતા ઘરખમ વધારો થયો છે.

લોકડાઉનના 36 દિવસમાં અમદાવાદમાં સાપ રેસ્ક્યુના કુલ 40થી વધુ કોલ સાપ રેસ્ક્યુ ટીમને પ્રાપ્ત થયા છે.આમ, જો સરેરાશ જોવા જઈએ તો દરરોજના એક થી બે કોલ સાપ રેસ્ક્યુની ટીમને મળી રહ્યા છે.

અત્યારે સમગ્ર શહેર લોકડાઉન અને ધારા 144 ના કારણે સુમસામ બન્યો છે. ત્યારે આવા માહોલમાં પણ સાપ રેસ્ક્યુ ટીમના વોલેન્ટિયર્સ જીગર ભાઈ અને તેમના સાથીઓ પોતાના જીવના જોખમે સાપ રેસ્ક્યુ કરવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જઈ રહ્યા છે.

મંતવ્ય ન્યુઝે સાપ રેસ્ક્યુ ટીમના વોલેન્ટિયર્સ જીગર ભાઈ જોડે ફોન મારફતે તેમની જોડે વાત કરતા જીગર ભાઈએ જણાવ્યું કે અમદાવાદ ના નરોડા, વસ્ત્રાલ, નારોલ , મેઘાણી નગર ,ગોતા ,બોપલ , અસારવા, સરદાર નગર, થલતેજ , પાલડી, સનાથલ ,સાયન્સ સીટી,દાણીલીમડા ,નારણપુરા અને ભાટ ગામમાથી તેમને સાપ રેસ્ક્યૂના કોલ મળ્યા છે.

પ્રસાશન દ્વારા અમદાવાદ માં જે રેડ જોન જાહેર કરાયા છે,તેવા વિસ્તારમાથી જયારે સાપ રેસ્ક્યુ ના કોલ જીગર ભાઈને મળે છે ત્યારે તેઓ સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ ની મદદ મેળવે છે. અને 108ની ગાડીમાં બેસીને તેમજ શરીરે આખી સેફટી કીટ પહેરીને તે સાપને રેસ્ક્યુ કર્યા બાદ તેને શહેર માંથી દૂર છોડી આવે છે.

સાથેજ જે લોકો જીગર ભાઈને ફોન કરે છે ત્યારે જીગર ભાઈ એવું કહે છે તેમને કે તેઓ ભયભીત થયા વગર ઘરની કોઈ જગ્યાએ જતા રહે ,અને ઘરેથી બહાર ન નીકળે અને ઘરની બહાર લોકોનું ટોળું એકત્ર ન થવા દે જેથી તેમને કોરોનાનું ચેપ ન લાગી જાય.

આમ, લોકડાઉન માં એકાએક સાપ રેસ્ક્યુ ના કોલ વધી જતા સાપ રેસ્ક્યુ ટીમની કામગીરીમાં વધારો થઇ ગયો છે. 

@રિઝવાન શેખ…………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.