Not Set/ અમદાવાદ જિલ્લાના પાંચ દર્દીઓએ કોરોનાને આપી મહાત

અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર બાદ આજે રજા અપાઈ છે. આ દર્દીઓએ કોરોના ને મહાત આપતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા […]

Ahmedabad Gujarat
979da805a60432af2a401903e11a0899 અમદાવાદ જિલ્લાના પાંચ દર્દીઓએ કોરોનાને આપી મહાત
979da805a60432af2a401903e11a0899 અમદાવાદ જિલ્લાના પાંચ દર્દીઓએ કોરોનાને આપી મહાત

અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર બાદ આજે રજા અપાઈ છે. આ દર્દીઓએ કોરોના ને મહાત આપતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.

જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહોના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેજેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે. 

સાથે સાથે જે દર્દીઓ પોઝિટિવ જણાય છે તેમને નિયમિત હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે એ પૈકી આજે પાંચ દર્દીઓને રજા અપાઈ છે તેમાં સાણંદ તાલુકાના બે, બાવળા તાલુકાના એક, દસ્ક્રોઇ તાલુકાના એક અને માંડલ તાલુકાના એક એમ મળી કુલ પાંચ દર્દીઓ નો સમાવેશ થાય છે. જો કે જિલ્લા માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

જિલ્લામાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી તેની પાછળ તંત્ર દ્વારા સતત સર્વે- ફ્યુમિગેશન- સેનીટાઈઝન- આયુર્વેદિક ઉકાળા વિતરણ જેવા પગલાને પરિણામે આવી સુખદ પરિસ્થિતિ નિર્માણ પામી છે. અમારુ તંત્ર એટલુ સજાગ છે કે ક્યાંક પણ શંકા જણાય કે તરતજ પગલા લેવાય છે એમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.