Not Set/ અમદાવાદ શહેરમાં ડમ્પરની અડફેટે વધુ એક યુવકનો જીવ લીધો

અમદાવાદ શહેરમાં ડમ્પરની અડફેટે વધુ એક યુવકનો જીવ લીધો. પાલડી પોલીસ ચોકીની સામે રાત્રે 11-30 કલાકે માતેલા સાંઢની માફક આવેલા ડમ્પરે બાઈક પર જતા 2 યુવકોને અડફેટે લીધા હતા.. આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી હતી. જેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ લોકોમાં […]

Uncategorized

અમદાવાદ શહેરમાં ડમ્પરની અડફેટે વધુ એક યુવકનો જીવ લીધો. પાલડી પોલીસ ચોકીની સામે રાત્રે 11-30 કલાકે માતેલા સાંઢની માફક આવેલા ડમ્પરે બાઈક પર જતા 2 યુવકોને અડફેટે લીધા હતા.. આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી હતી. જેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ લોકોમાં ચર્ચા છે કે આખરે ક્યાં સુધી ડમ્પર ચાલક અને કોનટ્રાક્ટરોને પોલીસ છાવરશે. બીજી તરફ ઘટનાને પગલે ડમ્પર ચાલક લોકોના મારથી બચવા ભાગી છૂટ્યો હતો.