Not Set/ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ પર ગુજ. હાઈકોર્ટે દર્શાવી નારાજગી, કહ્યુ- અહીની હાલત અંધારકોટડી જેવી…

ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસો જતા વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત પર નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલની હાલત ‘દયનીય‘ છે અને હોસ્પિટલ ‘અંધારકોટડી જેવુ છે, તેનાથી પણ ખરાબ‘ છે. કોરોના વાયરસ રોગચાળો અને લોકડાઉન પર સ્થિતિનું જનહિત અરજીનાં રૂપમાં સ્વતઃ સંજ્ઞાન લેતા […]

Ahmedabad Gujarat
44915c1f4ad437a228b652a701b766d7 અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ પર ગુજ. હાઈકોર્ટે દર્શાવી નારાજગી, કહ્યુ- અહીની હાલત અંધારકોટડી જેવી...
44915c1f4ad437a228b652a701b766d7 અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ પર ગુજ. હાઈકોર્ટે દર્શાવી નારાજગી, કહ્યુ- અહીની હાલત અંધારકોટડી જેવી...

ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસો જતા વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત પર નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલની હાલત દયનીયછે અને હોસ્પિટલ અંધારકોટડી જેવુ છે, તેનાથી પણ ખરાબછે. કોરોના વાયરસ રોગચાળો અને લોકડાઉન પર સ્થિતિનું જનહિત અરજીનાં રૂપમાં સ્વતઃ સંજ્ઞાન લેતા જસ્ટીસ જે.બી.પરદીવાલા અને ન્યાયાધીશ આઇ.જે.વોરાની બેંચે રાજ્ય સરકારને અમદાવાદની સિવિલ હોસ્પિટલની સ્થિતિ અંગે ખૂબ સંભળાવ્યું છે અને કહ્યું કે તે નિરાશાજનક અને દુઃખદ છે.

આ હોસ્પિટલમાં, કોવિડ-19 થી શુક્રવાર સુધી 377 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જે આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલોમાં થયેલી 638 મોતોમાં એક મોટો આંકડો છે. કોર્ટે કહ્યું, “આજે સિવિલ હોસ્પિટલની હાલત દયનીય છે તે ખૂબ જ નિરાશાજનક અને દુઃખદ છે.” અમને આ કહેતા દુઃખ થાય છે કે, હાલમાં સિવિલ હોસ્પિટલ ખૂબ જ ખરાબ હાલતમાં છે.

ખંડપીઠે કહ્યું, “અમે પહેલા કહ્યું તેમ, આ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે છે, પરંતુ લાગે છે કે આજની તારીખમાં તે અંધારકોટડી જેવી છે અથવા તેનાથી પણ ખરાબ છે. કમનસીબે, ગરીબ અને નિરાધાર દર્દીઓ પાસે વિકલ્પ નથી. કોર્ટે એ પણ પૂછ્યું કે, રાજ્યનાં આરોગ્ય પ્રધાન અને આરોગ્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓને હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તેનો કોઈ ખ્યાલ છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.