Not Set/ અમદાવાદ/ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં PI પી. ડી. દરજી સસ્પેન્ડ, જાણો કેમ…?

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનાં પોલીસ બેડામાં સન્નાટો છવાઇ જતા સમાચાર સામે આવ્યા છે. જી હા અમદાવાદનાં પોસ વિસ્તારમાં જેની ગણના થાય છે તે સેટેલાઇટ વિસ્તારનાં PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં PI પી. ડી. દરજીને સસ્પેન્ડ કરાયા હોવાનાં સમચારા વાયુવેગે પોલીસ બેડામાં ફરી વળતા સન્નાટો સર્જાઇ ગયો છે.  અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા PIને સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે. અને […]

Ahmedabad Gujarat
228d97b52ea9b49995564892f93e3716 અમદાવાદ/ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં PI પી. ડી. દરજી સસ્પેન્ડ, જાણો કેમ...?
228d97b52ea9b49995564892f93e3716 અમદાવાદ/ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં PI પી. ડી. દરજી સસ્પેન્ડ, જાણો કેમ...?

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનાં પોલીસ બેડામાં સન્નાટો છવાઇ જતા સમાચાર સામે આવ્યા છે. જી હા અમદાવાદનાં પોસ વિસ્તારમાં જેની ગણના થાય છે તે સેટેલાઇટ વિસ્તારનાં PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં PI પી. ડી. દરજીને સસ્પેન્ડ કરાયા હોવાનાં સમચારા વાયુવેગે પોલીસ બેડામાં ફરી વળતા સન્નાટો સર્જાઇ ગયો છે. 

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા PIને સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે. અને એટલું જ નહીં PIને સસ્પેન્ડ કર્યાની સાથે સાથે PI વિરુદ્ધ ACPને ઈન્કવાયરી પણ સોંપવામાં આવી છે. સમગ્ર ઘટના પાછળ વાત જાણે એમ છે કે, PIએ છેતરપિંડીનાં ગુનાની ફરિયાદ નોંધી નહીં અને માત્ર અરજી દાખલ કરી હતી.  

ઘટના ક્રમ જોતા તેવું પ્રતિત થઈ છે કે, મામલો દેખાય છે તેટલો સીધો લાગતો નથી. સામાન્યતામાં જોવામાં આવે તો, કોઇ વ્ચક્તિ જ્યારે કોઇ ફરિયાદ કરવા માટે જાય છે ત્યારે પહેલા તેને સાંભળી અને અરજી લેવામાં આવતી હોય છે અને સામેનાં પક્ષની પણ તપાસ કરી જરૂરી જણાય તો પ્રાથમીક પુછતાછ કરી બાદમાં FIR માટેની પ્રક્રિયા થતી હોય છે. આ મામલે અરજી ફક્ત અરજી નહી બીજુ પણ કશું કહેવાની કોશિશ કરી રહી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે અને માટે જ સસ્પેન્સન સાથે સાથે ઇન્કવાયરી પણ કરવાનાં આદેશો છુટ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews