Not Set/ અમદાવાદ/ SVP હોસ્પિટલમાં સમાધાન, સત્તાધીશોએ પગારકાપ મોકૂફ રાખ્યો

કોરોના ના કહેર વચ્ચે અમદાવાદની SVP હોસ્પિટલ વિવાદનું કેન્દ્ર બની છે. સવારથી જ નર્સિંગ સ્ટાફે પગાર કાપ મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. નર્સિગ સ્ટાફના પગારમાં 20% થી વધારેનો કાપ મુકવામાં આવતા કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો હતો. પુરા પગારની માંગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ […]

Ahmedabad Gujarat
4387897e7b958638bf9e5e09b0631cf9 અમદાવાદ/ SVP હોસ્પિટલમાં સમાધાન, સત્તાધીશોએ પગારકાપ મોકૂફ રાખ્યો
4387897e7b958638bf9e5e09b0631cf9 અમદાવાદ/ SVP હોસ્પિટલમાં સમાધાન, સત્તાધીશોએ પગારકાપ મોકૂફ રાખ્યો

કોરોના ના કહેર વચ્ચે અમદાવાદની SVP હોસ્પિટલ વિવાદનું કેન્દ્ર બની છે. સવારથી જ નર્સિંગ સ્ટાફે પગાર કાપ મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. નર્સિગ સ્ટાફના પગારમાં 20% થી વધારેનો કાપ મુકવામાં આવતા કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો હતો. પુરા પગારની માંગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ ઘરણાં યોજ્યા હતા.

જોકે પરિસ્થિતિ સ્થિતિ વધુ વણસે તે પહેલા હોસ્પિટલ સત્તાધીશોએ આ પગાર કાપનો નિર્ણય પરતખેચી લીધો છે. SVP નર્સિંગ સ્ટાફ હડતાળને લઇને અમદાવાદ મહાનગરપાલિકાએ UDS કંપનીને પત્ર લખીને નોટીસ ફટકારી છે અને વધુ 20 ટકા પગાર ચૂકવવાના આદેશ પણ આપ્યા છે, આ સાથે જ એપેડેમિક નિયમ મુજબ 250 નું ભથ્થું પણ આપવું પડશે.

અત્રે નોધનીય છે કે, SVP  હોસ્પીટલના સત્તામંડળ દ્વારા એકસાથે  200થી વધારે સ્ટાફના પગારમાં 20 ટકાથી વધુ નો કાપ મુકવામાં આવ્યો  હતો. જેને લઈને પગારમાં 10 હજારથી 12 હજાર રૂપિયા સુધીનું કર્મચારીને નુકશાન જઈ રહ્યું હતું જેને પગલે નર્સિગ સ્ટાફના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.

સાથે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કામ કરવું હોય તો કરો નહિ તો જોબ છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. તો સંચાલકોએ દ્વારા કંપની લોસમાં છે તેવું કહી બચાવ કર્યો હતો. જેને પગલે હોસ્પિટલનો 75 ટકા સ્ટાફ ધરણાં પર ઉતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.