Not Set/ અમદાવાદ/ SVP હોસ્પીટલના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

અમદાવાદમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. અમદાવાદ શહેરને કોરોનાવાયરસે પોતાની બાનમાં લીધું છે. ત્યારે અમદવાદમાં કોરોના પોઝિટીવ નો આંકડો ૩૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની SVPના નર્સીગ, પેરામેડિકલ સહિતના 200 આરોગ્ય કર્મચારીઓ હડતાળપર ઉતર્યા છે. એસવીપી હોસ્પિટલમાં આરોગ્ય સેવા બજાવતા કર્મીઓ માટે કોરોના ટેસ્ટ કે અન્ય કોઈ વ્યવસ્થા તથા […]

Ahmedabad Gujarat
9ed3ecda5a3a86166ef110c98ccb7285 અમદાવાદ/ SVP હોસ્પીટલના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
9ed3ecda5a3a86166ef110c98ccb7285 અમદાવાદ/ SVP હોસ્પીટલના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

અમદાવાદમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. અમદાવાદ શહેરને કોરોનાવાયરસે પોતાની બાનમાં લીધું છે. ત્યારે અમદવાદમાં કોરોના પોઝિટીવ નો આંકડો ૩૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની SVPના નર્સીગ, પેરામેડિકલ સહિતના 200 આરોગ્ય કર્મચારીઓ હડતાળપર ઉતર્યા છે.

એસવીપી હોસ્પિટલમાં આરોગ્ય સેવા બજાવતા કર્મીઓ માટે કોરોના ટેસ્ટ કે અન્ય કોઈ વ્યવસ્થા તથા કોઈ દરકાર ના રાખતા કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા બે દિવસથી 200 જેટલા આરોગ્ય કર્મીઓ કલબ ઓ સેવન પર હડતાળ પર ઉતર્યા છે.

નોંધનીય છે કે મેડિકલ ગાઈડ લાઈન મુજબ 7 દિવસ ડ્યુટી અને ત્યાર બાદ કોરોના ચેક અપ કરવાનું હોય છે જે ચેકઅપ આરોગ્ય કર્મીઓનું કરવામાં આવ્યું નથી. કોઈ પણ આરોગ્ય કર્મી 7 દિવસ ફરજ પર રહે તે બાદ 7 દિવસ માટે તેને કોરન્ટાઈન કરવાનો આરોગ્યનો નિયમ છે. ત્યારે એસવીપી હોસ્પિટલના કર્મીઓ 20 દિવસ ડ્યુટી પર હોવા છતા તેમનો કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી તેવા દાવો કરી રહ્યા છે. મહત્વની બાબત છે કે હડતાળ પર બેઠેલા 200 કર્મીઓ સાથે 30 આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.