Not Set/ અમરેલી, ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ તીડની એન્ટ્રી

કોરોના વાયરસની મહામારી વચ્ચે ખેડૂતોના માથે વધુ એક સંકટ આવી ગયું છે..રાજ્યમાં આ દરમિયાન તીડનો આતંક પાછો વધી રહ્યો છે, ત્યારે અમરેલી, ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ તીડની એન્ટ્રી થઈ છે. આ વચ્ચે ગઢડા તાલુકાના ઉમરડા, વિકળિયા, જલાલપર તેમજ બરવાળા તાલુકાના રામપરા સહિત આસપાસના ગામોમાં તીડ ઉમટી પડ્યા છે અને  બાજરો, જુવાર અને રજકાંના […]

Gujarat Others
f5b88e03f5b7757f10181a946e9de48d અમરેલી, ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ તીડની એન્ટ્રી

કોરોના વાયરસની મહામારી વચ્ચે ખેડૂતોના માથે વધુ એક સંકટ આવી ગયું છે..રાજ્યમાં આ દરમિયાન તીડનો આતંક પાછો વધી રહ્યો છે, ત્યારે અમરેલી, ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ તીડની એન્ટ્રી થઈ છે.

આ વચ્ચે ગઢડા તાલુકાના ઉમરડા, વિકળિયા, જલાલપર તેમજ બરવાળા તાલુકાના રામપરા સહિત આસપાસના ગામોમાં તીડ ઉમટી પડ્યા છે અને 
બાજરો, જુવાર અને રજકાંના પાકોમાં તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે.

બીજી બાજુ, તીડને આક્રમણને લઈ ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તીડને ભગાવવા ખેડુતો ખેતરે પહોંચી ગયા છે.

ખેડૂતો હાંકલા,પડકારા, દેકારા અને થાળી વાસણો વગાડી તીડ ભાગડવા પ્રયાસ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, અતિવૃષ્ટિના માર બાદ હવે તીડનો આતંક સામે આવતા ખેડૂતોને બેવડો માર પડવાની સંભાવના છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.