Not Set/ અમિત શાહે પશ્ચિમ બંગાળ CM પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ – તમારા આર્થિક ગેરવહીવટનાં કારણે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળ માટે ‘ડિજિટલ રેલી‘ યોજી હતી. આ દરમિયાન તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ મોદીજીની લોકપ્રિયતાનાં ડરથી આયુષ્માન ભારત યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓ બંગાળમાં લાગુ થવા દીધી નહીં. ગૃહમંત્રીએ કહ્યુ કે, મમતા દીદીનાં આર્થિક ગેરવહીવટે બંગાળને ઘણો […]

India
1ecb0e7dd6b3f086a1da7af0c1cee284 1 અમિત શાહે પશ્ચિમ બંગાળ CM પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ - તમારા આર્થિક ગેરવહીવટનાં કારણે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળ માટે ડિજિટલ રેલીયોજી હતી. આ દરમિયાન તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ મોદીજીની લોકપ્રિયતાનાં ડરથી આયુષ્માન ભારત યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓ બંગાળમાં લાગુ થવા દીધી નહીં. ગૃહમંત્રીએ કહ્યુ કે, મમતા દીદીનાં આર્થિક ગેરવહીવટે બંગાળને ઘણો પાછળ ધકેલી દીધો છે.

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, મમતા બેનર્જીએ રાજ્યનાં ગરીબોને આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવાની મંજૂરી આપી નથી. તેમને ડર છે કે તેનાથી મોદીજીની લોકપ્રિયતા વધશે. ગૃહમંત્રી અમિંત શાહે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, ચૂંટણી બાદ જ્યારે ભાજપનાં મુખ્યમંત્રી શપથ લેશે, ત્યારબાદ એક મિનિટ પછી આયુષ્માન ભારત યોજના અહીં લાગુ કરવામાં આવશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યુ કે, CM મમતા બેનર્જી કોરોના સંકટ દરમિયાન પણ ભાજપનાં કાર્યકર્તાઓને સેવા કરતા અટકાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની વર્ચુઅલ રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સોનાર બંગાળ માટે પશ્ચિમ બંગાળની જનતા આગળ આવે. તેમણે કહ્યું કે, મોદીજીએ આત્મનિર્ભર ભારત માટે હાકલ કરી છે. તમે બધાએ મોદીજીનાં નેતૃત્વમાં એક થવું જોઈએ અને એક આત્મનિર્ભર ભારત બનાવવું જોઈએ.

અમિત શાહે કહ્યું, મમતા દીદી, હું તો હિસાબ લઇને આવ્યો છું, કાલે તમે તમારા 10 વર્ષનાં ખાતાનો હિસાબ આપી દો. ધ્યાનથી હિસાબ આપજો, બોમ્બ વિસ્ફોટોની સંખ્યા ન બતાવી દેતા, બંધ કારખાનાઓની સંખ્યા ન બતાવી દેતા, ભાજપનાં માર્યા ગયેલા કાર્યકર્તાઓનો હિસાબ ન બતાવી દેતા. હિસાબ બતાવવો છે તો વિકાસને લઇને આવો મમતા દીદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.