Not Set/ 500 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર, જાણો છો ને સોમનાથથી શરૂ થયું હતું હિન્દુઓને ઢંઢોળવાનું મહાઅભિયાન

હિન્દુઓનું રામ મંદિરનું 500 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર કરવામાં ભાજપનો સિંહફાળો છે જ તેમાં કોઇ બે મત નથી. પરંતુ સોમનાથ મંદિરથી શરૂ થયું હતું હિન્દુઓને ઢંઢોળવાનું મહાઅભિયાન આ પણ યાદ રાખવુ અનિવાર્ય છે. જી હા, અભિયાનનાં રામ રથનાં સારથી એવા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના બેનમૂન આયોજન બદલ દેશવિદેશના મીડિયાએ નરેન્દ્ર મોદીની અદ્ભૂત આયોજનશક્તિની નોંધ લીધી હતી.   રામ મંદિરના […]

India
6e36260c94f434599cdb321d3861d821 500 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર, જાણો છો ને સોમનાથથી શરૂ થયું હતું હિન્દુઓને ઢંઢોળવાનું મહાઅભિયાન
6e36260c94f434599cdb321d3861d821 500 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર, જાણો છો ને સોમનાથથી શરૂ થયું હતું હિન્દુઓને ઢંઢોળવાનું મહાઅભિયાન

હિન્દુઓનું રામ મંદિરનું 500 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર કરવામાં ભાજપનો સિંહફાળો છે જ તેમાં કોઇ બે મત નથી. પરંતુ સોમનાથ મંદિરથી શરૂ થયું હતું હિન્દુઓને ઢંઢોળવાનું મહાઅભિયાન આ પણ યાદ રાખવુ અનિવાર્ય છે. જી હા, અભિયાનનાં રામ રથનાં સારથી એવા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના બેનમૂન આયોજન બદલ દેશવિદેશના મીડિયાએ નરેન્દ્ર મોદીની અદ્ભૂત આયોજનશક્તિની નોંધ લીધી હતી.  

રામ મંદિરના પાયામાં આજે ચાંદીની ઈંટ અને સોનું પધરાવાશે, પણ એ સ્મરણ રહેવું જોઈએ કે, આ સ્વપ્ન સાકાર કરવા કેવા અને કેટલા બલિદાનો અપાયાં!
 
એક અબજ હિન્દુઓનું રામ મંદિરનું સપનું સાકાર કરવામાં ભાજપની ભૂમિકા સૌથી નોંધપાત્ર રહી છે. અયોધ્યામાં શ્રી રામ જન્મસ્થળ પર આખરે આજથી મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે. ભૂમિપૂજન અને ત્યારબાદ શિલાન્યાસ બાદ નિર્માણ કાર્ય સત્તાવાર રીતે શરૂ થશે. મંદિર નિર્માણ શરુ થાય ત્યાં સુધી પહોંચવામાં ઘણાં વર્ષો લાગ્યાં અને આ દિશામાં સૌથી નોંધપાત્ર શરુઆત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં કરી હતી. જ્યારે તેમણે અયોધ્યાથી સોમનાથ મંદિર સુધી રથયાત્રા કરી હતી. અડવાણી તે સમયે ભાજપના અધ્યક્ષ હતા. તે દિવસોમાં મંદિર નિર્માણની ચળવળ ચરમસીમાએ હતી. 1989માં જ વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત સ્થળની નજીક મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું. આવી સ્થિતિમાં મંદિરની તરફેણમાં લોકોનું સમર્થન વધારવા, લોકોમાં જાગૃતિ લાવવા ભાજપે રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હતો. 

આ રથયાત્રા માટે તે સમયે પાર્ટીના સૌથી મોટા નેતા અડવાણીએ પ્રખ્યાત સોમનાથ મંદિરની પસંદગી કરી હતી. તેમણે આ પ્રવાસની શરૂઆત 25 સપ્ટેમ્બર 1990 ના રોજ સોમનાથથી કરી હતી. યાત્રા શરૂ કરતા પહેલા અડવાણીએ સોમનાથ મંદિરમાં જ પૂજા કરી હતી અને રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. નોંધનીય છે કે, રથયાત્રાની સાથે જ રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીની જબરદસ્ત આયોજનશક્તિની નોંધ લેવાવાનું શરૂ થઈ ગયું હતું. રથયાત્રાની શરુઆત મંદિરના વિજય દ્વારથી કરવામાં આવી હતી. આ નિર્ણય છેલ્લી ઘડીએ લેવાયો હતો.

રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે અડવાણીએ યાત્રા શરુ કરી હતી. આ રથયાત્રા 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચવાની હતી પરંતુ તે પહેલા 23 ઓક્ટોબરે તે સમયના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના આદેશથી મુસ્લિમોને ખુશ કરવા બિહારના સમસ્તીપુર ખાતે યાત્રા અટકાવવામાં આવી અને અડવાણી અને પ્રમોદ મહાજનની ધરપકડ કરવામાં આવી હતી. રથયાત્રા પૂર્ણ ન થઈ શકી છતાં આ મંદિર માટે વ્યાપક જનસમર્થન મળ્યું. જેનું પરિણામ છે આજે થનાર ભૂમિ પૂજન. આમ આજનાં ભૂમિ પૂજન પાછળ ભારતીય જનતા પક્ષની મહેનતને અને નિષ્ઠાને પણ યશ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews