Not Set/ અમુલમાં 3 માર્ચથી 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવશે, જાણો

રાજકોટઃ અમૂલ દૂધના ભાવમાં આગામી ૧ માર્ચથી લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થવાની સંભાવના છે. જો કે, આ અંગે અમૂલ દ્વારા સત્તાવાર રીતે કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ અંગત સૂત્રોના જણાવ્યા મુજબ ૧ માર્ચથી અમૂલ દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો ભાવ વધારો કરે તેવી શકયતાઓ છે. માલધારી પાસેથી ઉનાળા દરમિયાન દૂધની આવકની માત્રામાં ઘટ […]

Uncategorized
sumul milk amul slim trim અમુલમાં 3 માર્ચથી 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવશે, જાણો

રાજકોટઃ અમૂલ દૂધના ભાવમાં આગામી ૧ માર્ચથી લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થવાની સંભાવના છે. જો કે, આ અંગે અમૂલ દ્વારા સત્તાવાર રીતે કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ અંગત સૂત્રોના જણાવ્યા મુજબ ૧ માર્ચથી અમૂલ દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો ભાવ વધારો કરે તેવી શકયતાઓ છે. માલધારી પાસેથી ઉનાળા દરમિયાન દૂધની આવકની માત્રામાં ઘટ જોવા મળતી હોવાથી અને દુધની માગ અને પુરવઠાને જાળવી રાખવા માટે ભાવ વઘારો થાય તેવી શકયતા છે.

ગુજરાત કો-ઓપરેટિ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) અમૂર માર્ચ સુધીમાં પ્રતિ લીટર દૂધનો ભાવ 2 રૂપિયા સુધી વધારી શકે છે. દેશમાં દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદોનોની સૌથી મોટી હિસ્સેદારી અમૂલની છે.

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ બિઝનેસ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં આ જાણકારી આપી હતી. તેની પાછળ તેમણે દૂધની ખરીદી પાછળના ખર્ચમાં થઈ રહેલો વધારો ગણાવ્યો હતો.