Not Set/ અમેરિકાએ રચ્યો ઈતિહાસ, ખાનગી કંપની SpaceX ની પહેલી સ્પેસ યાત્રા સફળતાપૂર્વક લોન્ચ

આજનો દિવસ અવકાશનાં ક્ષેત્રમાં હંમેશાં યાદ રહેશે. આજે યુએસ સ્પેસ એજન્સી નાસાએ ખાનગી કંપની સ્પેસએક્સનાં અવકાશયાનમાં તેના 2 અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. આ મિશનનું નામ ‘ક્રૂ ડેમો-2′ છે અને અવકાશયાનનું નામ ‘ક્રી ડ્રેગન‘ છે. આ મિશનમાં સ્પેસ એક્સએ નાસાનાં બે અવકાશયાત્રીઓ રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લેને સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]

World
d1d77f47071c0bd985dc8e4c17f5937e અમેરિકાએ રચ્યો ઈતિહાસ, ખાનગી કંપની SpaceX ની પહેલી સ્પેસ યાત્રા સફળતાપૂર્વક લોન્ચ

આજનો દિવસ અવકાશનાં ક્ષેત્રમાં હંમેશાં યાદ રહેશે. આજે યુએસ સ્પેસ એજન્સી નાસાએ ખાનગી કંપની સ્પેસએક્સનાં અવકાશયાનમાં તેના 2 અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. આ મિશનનું નામ ક્રૂ ડેમો-2′ છે અને અવકાશયાનનું નામ ક્રી ડ્રેગનછે. આ મિશનમાં સ્પેસ એક્સએ નાસાનાં બે અવકાશયાત્રીઓ રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લેને સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ આ મહત્વપૂર્ણ મિશનની જોવા માટે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર પહોંચ્યા.

ખરાબ હવામાનનાં કારણે 3 દિવસ પહેલા યુ.એસ. અવકાશની દુનિયામાં ઇતિહાસ લખી ન શક્યું, પરંતુ આજે 31 મે નાં રોજ યુ.એસ. સ્પેસ એજન્સી નાસા ખાનગી કંપની સ્પેસ એક્સને ડ્રેગન સ્પેસક્રાફ્ટનાં 2 અંતરિક્ષયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે સફળતાપૂર્વક ઉડાન ભરી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સફળ પ્રક્ષેપણ પછી કહ્યું, હુ આ ઘોષણા કરતા રોમાંચિત છુ કે, સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચી ગયુ છે, અને આપણાં અવકાશયાત્રીઓ સલામત અને સ્વસ્થ છે. આ અમેરિકન મહત્વાકાંક્ષાનાં નવા યુગની શરૂઆત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.