Not Set/ અમેરિકામાં કોરોનાથી થયેલા મોતનો આંકડો વિયટનામ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને વટાવી ગયો

અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણ વધુને વધુ કહેર વર્સાવી રહ્યો છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 2,200 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકામાં દરરોજ હજારો લોકો કોરોના વાયરસનાં ચેપથી મરી રહ્યા છે. યુએસમાં મંગળવારે 1,303 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે, વિશ્વભરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 30 લાખને […]

World
a556b52ad6acd380c2766cec0dcb7f4b અમેરિકામાં કોરોનાથી થયેલા મોતનો આંકડો વિયટનામ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને વટાવી ગયો

અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણ વધુને વધુ કહેર વર્સાવી રહ્યો છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 2,200 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકામાં દરરોજ હજારો લોકો કોરોના વાયરસનાં ચેપથી મરી રહ્યા છે. યુએસમાં મંગળવારે 1,303 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે, વિશ્વભરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે, જેમાંથી ચેપગ્રસ્ત લોકોમાંથી ત્રીજો ભાગ એકલા યુએસમાં છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, યુ.એસ. માં કોરોના ચેપનો કુલ આંક 10 લાખને વટાવી ગયો છે. જ્યારે મૃત્યુઆંક 58 હજારને વટાવી ગયો છે. દરમિયાન, યુ.એસ. નાં કેટલાક રાજ્યો લોકડાઉન બાદ શહેર ખોલવાની તૈયારી કરી રહ્યા છે. ટેક્સાસનાં રાજ્યપાલે ગુરુવારે કહ્યું હતું કે, ઘરે રહેવાના નિર્દેશોનો અંત આવી રહ્યો છે. ઉપરાંત, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માંસ વેચવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી શકે છે.

માત્ર ત્રણ મહિનામાં, અમેરિકામાં કોરોના વાયરસથી 58 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો વિયટનામ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને પણ વટાવી ગયો છે. આપને જણાવી દઈએ કે, 10 વર્ષનાં વિયટનામ યુદ્ધમાં 58,200 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ફક્ત 82 દિવસોમાં યુએસમાં કોરોનાથી 58,365 લોકોનાં મોત નીપજ્યાં છે. આપને જણાવી દઈએ કે, યુ.એસ. માં કોરોના વાયરસથી પહેલી મૃત્યુ 6 ફેબ્રુઆરીએ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.