Not Set/ અમેરિકામાં કોરોનાનુું તાડંવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 52 હજાર નવા કેસ

વિશ્વનાં દેશો કોરોના વાયરસથી પરેશાન છે. આ વાયરસની હજી સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી કે કોઈ દવા પણ તૈયાર થઈ નથી. કોરોનાને લીધે વિશ્વભરમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે, જ્યારે વાયરસે અડધા મિલિયન જેટલા લોકોનાં જીવનનો ભોગ લીધો છે. સૌથી ખરાબ સ્થિતિ વિશ્વની શક્તિ અમેરિકાની છે. અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ […]

World
0b35308077bcfe5b4897f2db08550d76 અમેરિકામાં કોરોનાનુું તાડંવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 52 હજાર નવા કેસ

વિશ્વનાં દેશો કોરોના વાયરસથી પરેશાન છે. આ વાયરસની હજી સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી કે કોઈ દવા પણ તૈયાર થઈ નથી. કોરોનાને લીધે વિશ્વભરમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે, જ્યારે વાયરસે અડધા મિલિયન જેટલા લોકોનાં જીવનનો ભોગ લીધો છે. સૌથી ખરાબ સ્થિતિ વિશ્વની શક્તિ અમેરિકાની છે.

અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાનાં કેસ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના સંક્રમણનાં 52,000 નવા કેસો નોંધાયા છે. અમેરિકામાં કોરોનાની ગતિ ઓછી થવાની જગ્યાએ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં અમેરિકાનાં મોટાભાગનાં લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. યુ.એસ. માં કોરોના દર્દીઓની સંખ્યા 28 લાખનાં આંકડાની નજીક પહોંચી ગઈ છે. વિશ્વ શક્તિ તરીકે જાણીતા યુ.એસ. માં આ વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1,28,028 લાખની નજીક પહોંચી ગઈ છે.