Not Set/ અમેરિકામાં પ્રથમ પ્રેસિડેંશિયલ ડિબેટ 29 સપ્ટેમ્બરનાં રોજ, ટ્રમ્પ અને બિડેન હશે આમને-સામને

  અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું બીગુલ વાગી ચુક્યુ છે. રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારો વચ્ચે પ્રથમ પ્રેસિડેંશિયલ ડિબેટ 29 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. કમીશન ઓન પ્રેસિડેંશિયલ ડિબેટે સોમવારે કર્યુ કે, ઓહિયોનાં ક્લીવલેન્ડમાં ઉમેદવાર પોતાનો પક્ષ રાખશે. આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં પ્રેસિડેંશિયલ ડિબેટેની ચર્ચા વિશ્વભરમાં થાય છે. કમીશન ઓન પ્રેસિડેંશિયલ ડિબેટેની તરફથી જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે સીપીડી […]

World
8786b9ca7e7bf7cf799d03b7eec0136b અમેરિકામાં પ્રથમ પ્રેસિડેંશિયલ ડિબેટ 29 સપ્ટેમ્બરનાં રોજ, ટ્રમ્પ અને બિડેન હશે આમને-સામને

 

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું બીગુલ વાગી ચુક્યુ છે. રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારો વચ્ચે પ્રથમ પ્રેસિડેંશિયલ ડિબેટ 29 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. કમીશન ઓન પ્રેસિડેંશિયલ ડિબેટે સોમવારે કર્યુ કે, ઓહિયોનાં ક્લીવલેન્ડમાં ઉમેદવાર પોતાનો પક્ષ રાખશે. આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં પ્રેસિડેંશિયલ ડિબેટેની ચર્ચા વિશ્વભરમાં થાય છે.

કમીશન ઓન પ્રેસિડેંશિયલ ડિબેટેની તરફથી જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે સીપીડી ને આ ઘોષણા કરતા ખુશી મળી રહી છે કે પહેલી પ્રેસિડેંશિયલ ડિબેટ કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી અને ક્લીવલૈડ ક્લિનિક દ્વારા સંયુક્ત રૂપથી ક્લીવલૈડમાં હેલ્થ એજ્યુકેશન કેંપસમાં આયોજીત કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે આ ચૂંટણીમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે લડાઈ છે. સીપીડી એ જણાવ્યું હતું કે, બીજી ડિબેટ ફ્લોરિડાનાં મિયામીમાં Adrienne Arsht Center for the Performing Arts ખાતે યોજાશે. આ ઉપરાંત, ત્રીજી ચર્ચા 22 ઓક્ટોબરે ટેનેસીનાં નૈશવિલે સ્થિત બેલ્મોન્ટ યુનિવર્સિટીમાં યોજાશે.

સાથોસાથ, ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 7 ઓક્ટોબરે ઉપરાષ્ટ્રપતિ માઇક પેસ અને તેમના ડેમોક્રેટિક ચેલેન્જર વચ્ચે સોલ્ટ લેક સિટીમાં યૂટા યુનિવર્સિટીમાં આયોજીત કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, બિડેન દ્વારા હજુ ઉપરાષ્ટ્રપતિ માટે કોઇ ઉમેદવાર જાહેર કરવામાં આવેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.