Not Set/ અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ પહેલીવાર ભારત સરકારે પણ ચીન વિરુદ્ધ ચઢાવી બાંયો

કોરોના વાયરસનો જન્મદાતા દેશ ચીન વિરુદ્ધ હવે વિશ્વનાં તમામ મોટા દેશોએ એકત્રીત થવાનું શરૂ કર્યું છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાયો છે અને તેના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે  અમેરિકાનાં ખુલ્લેઆમ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા અને યુરોપીય સંઘનાં તમામ દેશો શી જિનપિંગનાં વહીવટ સામે અવાજ ઉઠાવ્યો […]

World
46242c4e4bc0d917ce5238e59363ae5d અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ પહેલીવાર ભારત સરકારે પણ ચીન વિરુદ્ધ ચઢાવી બાંયો

કોરોના વાયરસનો જન્મદાતા દેશ ચીન વિરુદ્ધ હવે વિશ્વનાં તમામ મોટા દેશોએ એકત્રીત થવાનું શરૂ કર્યું છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાયો છે અને તેના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે  અમેરિકાનાં ખુલ્લેઆમ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા અને યુરોપીય સંઘનાં તમામ દેશો શી જિનપિંગનાં વહીવટ સામે અવાજ ઉઠાવ્યો છે. દરમિયાન, પહેલીવાર ભારત સરકારે ચીન વિરુદ્ધ બાયો ચઢાવી છે.

ભારતે કહ્યુ છે કે, કોરોના સંક્રમણને લઇને ચીનની જવાબદેહી નક્કી કરવા માટે તપાસ થવી જ જોઈએ. સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ની બેઠક મળી રહી છે. આ બેઠકમાં COVID-19 સંક્રમણની જવાબદારી નક્કી કરવા માટે એક પ્રસ્તાવ લાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયનનાં નેતૃત્વમાં 62 દેશોનાં આ પ્રસ્તાવમાં ભારત પણ જોડાયુ છે.

નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લેઆમ કોરોના ચેપ માટે ચીન અને વિશ્વ આરોગ્ય સંગઠનને જવાબદાર ઠેરવી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, ચીને કોરોના વાયરસને લીક કરીને પ્રસારમાં મદદ કરી, તો વિશ્વ આરોગ્ય સંગઠને કોવિડ-19 ચેપનું ચોક્કસ ચિત્ર સમગ્ર દુનિયા સામે મૂક્યું નહીં. આટલું જ નહીં ટ્રમ્પ અને તેમના મંત્રીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, ડબ્લ્યુએચઓએ આ સમગ્ર મામલામાં ચીનને બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલામાં, અમેરિકા પછી ઓસ્ટ્રેલિયાએ પણ ચીન પર સવાલ ઉઠાવ્યો છે. આ જોયા પછી બીજા ઘણા દેશો પણ ચીન અને શી જિનપિંગ વિરુદ્ધ ઉભા થયા છે. આ સાથે જ ભારત પણ પહેલીવાર ચીન સામે ઉભું દેખાઇ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.