OMG!/ આ છે દુનિયાની સૌથી વૃદ્ધ જીમનાસ્ટ, જે કરી શકે છે ખત્તરનાક મૂવમેન્ટ, જુઓ Video

વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને ચાલવામાં પણ મજબૂર થઇ જાય છે, ખરેખર, આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા જીમનાસ્ટની મૂવમેન્ટ કરતી જોઈ શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વીડિયોમાં જોવા મળેલી આ મહિલા 95 વર્ષની છે અને તે આ ઉંમરે પણ 20 વર્ષના જીમનાસ્ટને હરાવી શકે છે. […]

World
jimnast આ છે દુનિયાની સૌથી વૃદ્ધ જીમનાસ્ટ, જે કરી શકે છે ખત્તરનાક મૂવમેન્ટ, જુઓ Video

વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને ચાલવામાં પણ મજબૂર થઇ જાય છે, ખરેખર, આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા જીમનાસ્ટની મૂવમેન્ટ કરતી જોઈ શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વીડિયોમાં જોવા મળેલી આ મહિલા 95 વર્ષની છે અને તે આ ઉંમરે પણ 20 વર્ષના જીમનાસ્ટને હરાવી શકે છે.

વીડિયોને રેક્સ ચેપમેન નામના યુઝરે ટ્વિટ કર્યો છે. બાદમાં ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ રિટ્વીટ કર્યુ છે. વીડિયોમાં જોવા મળતો જીમનાસ્ટનું નામ જોહાના ક્વાસ છે, જે જર્મનીમાં રહે છે. 95 વર્ષની જોહાના આ ઉંમરે પણ સંપૂર્ણ રીતે ફિટ છે અને જવાન જીમનાસ્ટની જેમ મૂવમેન્ટ કરે છે. ચોક્કસ તમે પણ વીડિયો જોયા પછી આશ્ચર્યચકિત થઈ જશો. તમે તેના ચહેરા પરથી ઓળખી શકો છો કે જોહાના વૃદ્ધ છે.

World's oldest gymnast still impresses at 91 years of age | Fox News

આ વીડિયો રેક્સ ચેપમેન દ્વારા 23 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. તે પછી તે વાયરલ થવા લાગ્યો. આટલા ટૂંકા ગાળામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયો. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ 65 હજાર 200 થી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 હજાર 800 થી વધુ લાઇક્સ મળી છે.


આ વીડિયો 3400 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. ઘણા યૂઝર્સ વીડિયો પર પોતાનો પ્રતિસાદ પણ આપે છે. આ વીડિયો શેર કરતા ચેપમેને લખ્યું છે કે, “વિશ્વની સૌથી જુની જીમનાસ્ટ – જોહાના કવાસને મળો. તે જર્મનીમાં રહે છે અને આ વર્ષે તે 95 વર્ષની છે.