Not Set/ અમેરિકા ભારતને આપશે વધુ આધુનિક સજ્જતા

ભારતીય વાયુસેનાને દુશ્મન દેશો પર બોમ્બ વરસાવી શકે તેવાં આધુનિક ડ્રોન્સ આપવા અમેરિકાની સરકાર વિચારણા કરી રહી છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના આર્મીને આધુનિક બનાવવાના ભાગરૃપે આ સોદો કરવામાં આવશે. ભારતને શસ્ત્રોનું વેચાણ કરવા ઉપરાંત તેની સાથે લશ્કરી સહયોગ વધારે મજબૂત કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. ઈન્ડિયન એરફોર્સનું માનવું છે કે […]

India
united states of america india friendship table flag 25234 p અમેરિકા ભારતને આપશે વધુ આધુનિક સજ્જતા

ભારતીય વાયુસેનાને દુશ્મન દેશો પર બોમ્બ વરસાવી શકે તેવાં આધુનિક ડ્રોન્સ આપવા અમેરિકાની સરકાર વિચારણા કરી રહી છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના આર્મીને આધુનિક બનાવવાના ભાગરૃપે આ સોદો કરવામાં આવશે. ભારતને શસ્ત્રોનું વેચાણ કરવા ઉપરાંત તેની સાથે લશ્કરી સહયોગ વધારે મજબૂત કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. ઈન્ડિયન એરફોર્સનું માનવું છે કે બોમ્બ વરસાવી શકે તેવાં ડ્રોન્સ મળવાથી ભારતની પ્રહારક્ષમતા અને સંરક્ષણક્ષમતામાં વધારો થશે. વાયુસેનાએ આ વર્ષની શરૃઆતમાં ભારતને જનરલ એટમિક પ્રિડેટર સી એવેન્જર વિમાન આપવા અમેરિકાને કહ્યું હતું. આવાં ૮૦થી ૧૦૦ વિમાનો ખરીદવા ૮ અબજ ડોલરનો સોદો કરાશે. ૨૬ જૂને મોદી અને ટ્રમ્પની બેઠક પછી આ સોદામાં આગળ વધવા વિચારણા હાથ ધરાઈ છે.