indian airforce/ વાયુસેનાનો યુદ્વભ્યાસ,અરુણાચલમાં સુખોઈ ફાઈટર જેટે ભરી ઉડાન

Air Force અરુણાચલ પ્રદેશને અડીને આવેલા એલએસી અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં એરફોર્સનો યુદ્વભ્યાસ ચાલી રહ્યો છે.વિવાદ બાદ આ અભ્યાસની કવાયત ખુબ મહત્વની માનવામાં આવી રહી છે

Top Stories India
Air Force

Air Force practise: અરુણાચલ પ્રદેશને અડીને આવેલા એલએસી અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં એરફોર્સનો યુદ્વભ્યાસ ચાલી રહ્યો છે.વિવાદ બાદ આ અભ્યાસની કવાયત ખુબ મહત્વની માનવામાં આવી રહી છે.  જો અરુણાચલ પ્રદેશને અડીને આવેલી લાઇન ઓફ કંટ્રોલ (LAC) પર ચીન તરફથી એર સ્પેસનું ઉલ્લંઘન થાય છે, તો આ તેજપુર એરબેઝ પરથી સુખોઈ ફાઈટર જેટ તેને ભગાડવાનું કામ કરશે..  એક ચિનૂક અને અન્ય હેલિકોપ્ટર તેજપુરના આકાશમાં નાઈટ ફ્લાઈંગ ઓપરેશનની પ્રેક્ટિસ કરી રહ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર સુખોઈ ફાઇટર જેટે દિવસ દરમિયાન કવાયતમાં ભાગ લીધો હતો. તેજપુર એકમાત્ર એવો બેઝ છે જ્યાં ફાઈટર એરક્રાફ્ટ તૈનાત છે તેઝપુર એ આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાનું એકમાત્ર બેઝ છે જ્યાં ફાઇટર એરક્રાફ્ટ તૈનાત છે. આ સિવાય અહીં હેલિકોપ્ટર પણ તૈનાત છે.

2017 માં ડોકલામ વિવાદ પછી જ્યારે ચીનનું J-20 ફાઇટર જેટ અરુણાચલ પ્રદેશને અડીને આવેલા LACની ખૂબ નજીક આવ્યું, ત્યારે સુખોઇએ તેને ‘શોધ્યું’ હતું.  આ સમાચાર પછી આખી દુનિયામાં ચીનની ટીકા થઈ હતી, કારણ કે ચીને દાવો કર્યો હતો કે J-20 એક સ્ટીલ્થ ફાઈટર જેટ છે, જેને દુનિયાનું કોઈ રડાર કે એરક્રાફ્ટ શોધી શકતું નથી. આ ઘટના બાદ ચીને તેના J-20ના એવિઓનિક્સને પણ સ્ટીલ્થ ફીચરમાં બદલી નાખ્યું હતું અને લાંબા સમયથી J-20ના કોઈ સમાચાર સામે આવ્યા ન હતા.

બે દિવસીય કવાયત હાથ ધરી તવાંગમાં ભારતીય અને ચીની દળો વચ્ચેની અથડામણ વચ્ચે ભારતીય વાયુસેનાની પૂર્વ કમાન્ડ બે દિવસીય કવાયત (15-16 ડિસેમ્બર) કરી રહી છે. આ કવાયત આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોના એર-સ્પેસમાં કરવામાં આવી રહી છે. વાયુસેનાએ આ અંગે નોટમ પણ જારી કર્યું છે. નોટિસ ટુ એરમેન (નોટમ) અનુસાર, આ દાવપેચ ગુરુવારે (15 ડિસેમ્બર) બપોરે 1.30 વાગ્યાથી શુક્રવાર (16 ડિસેમ્બર) સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. તાજેતરની ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી વાયુસેનાએ ગુરુવારે (15 ડિસેમ્બર) એક સંક્ષિપ્ત નિવેદન જારી કરીને કહ્યું કે આ કવાયત તવાંગની ઘટના પહેલા જ નક્કી કરવામાં આવી હતી. તેને તાજેતરની ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી.

વાયુસેનાના મતે તેનો હેતુ એરમેનને તાલીમ આપવાનો છે. જો ભારતીય વાયુસેના પાસે હાલમાં સૌથી વધુ ફાઈટર જેટ છે તો તે સુખોઈ છે. વાયુસેના પાસે 250થી વધુ સુખોઈ વિમાન છે. તાજેતરમાં, તેમને વધુ ઘાતક બનાવવા માટે, તેમને બ્રહ્મોસ મિસાઇલથી પણ સજ્જ કરવામાં આવી છે. રશિયા સાથે ખાસ કરાર હેઠળ, આ સુખોઈ ફાઈટર જેટ ભારતમાં જ બનાવવામાં આવે છે, જેને SU-30 MKI કહેવામાં આવે છે.

Indian Army/LAC પર તણાવ વચ્ચે ચીનના પાડોશી સાથે ભારત કરશે આ કામ