નિવેદન/ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અમિતાભ બચ્ચનનું મોટું નિવેદન,જાણો શું કહ્યું…

અભિવ્યક્તિ ની આઝાદી પર અમિતાભ બચ્ચને આપ્યું મોટું નિવેદન, ગુરુવારે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશભરના દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી

Top Stories Entertainment
અભિવ્યક્તિ

અભિવ્યક્તિ ની આઝાદી પર અમિતાભ બચ્ચને આપ્યું મોટું નિવેદન, ગુરુવારે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશભરના દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી. આ યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. તેમણે ફિલ્મ ફેસ્ટિવલના મંચ પરથી નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે વાત કરી હતી. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલો ઉઠી રહ્યા છે અમિતાભ બચ્ચને કહ્યું કે આજે પણ જ્યારે સિનેમાની વાત આવે છે ત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતાના ખ્યાલ પર સવાલ ઉઠાવવામાં આવે છે. અમિતાભ બચ્ચન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલના મંચ પરથી કહ્યું કે ‘મને ખાતરી છે કે સ્ટેજ પર બેઠેલા સાથી સહમત થશે કે હવે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, જયા બચ્ચન, રાની મુખર્જી ઉપરાંત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. શાહરૂખ ખાને ફિલ્મ પઠાણના વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર નકારાત્મકતા ફેલાવી રહ્યા છે. સિનેમા એ સમાજને બદલવાનું માધ્યમ છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા સામાન્ય રીતે ચોક્કસ સંકુચિત માનસિકતા દ્વારા ચલાવવામાં આવે છે, જે લોકોના સ્વભાવનું સ્તર ઘટાડે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે નકારાત્મકતા સોશિયલ મીડિયાનો વપરાશ વધારે છે. આવા પ્રયોગો એક માન્યતાને મજબૂત બનાવે છે, જે સોશિયલ મીડિયાને વધુ વિભાજીત અને વિધ્વંસક બનાવે છે.

Cricket/ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ચમકી આ બોલરની કિસ્મત