Not Set/ મુસ્લિમ મહિલાનાં ભાજપમાં જોડાતા મકાન માલિક થયો ગુસ્સે, કહ્યુ હવે ખાલી કરો મારુ ઘર

દેશમાં અસહુષ્ણુતા વધવાના કથિત સમાચારો વચ્ચે એક સમાચાર ઉત્તર પ્રદેશનાં અલીગઢથી આવી રહ્યા છે. અહી એક મુસ્લિમ મહિલાને ભાજપમાં જોડાવાની સાથે સજા મળી છે. જ્યા તે રહેતી હતી તે મકાન માલિકે તેને બીજુ ઘર શોધવા તાકીદ કરી છે. મકાન માલિક અને ભાંડુવાતનો આ વિવાદ એટલો વકર્યો કે તે અંતે પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો. નતીજતન […]

Top Stories India
muslim woman with bjp leader 19378557 મુસ્લિમ મહિલાનાં ભાજપમાં જોડાતા મકાન માલિક થયો ગુસ્સે, કહ્યુ હવે ખાલી કરો મારુ ઘર

દેશમાં અસહુષ્ણુતા વધવાના કથિત સમાચારો વચ્ચે એક સમાચાર ઉત્તર પ્રદેશનાં અલીગઢથી આવી રહ્યા છે. અહી એક મુસ્લિમ મહિલાને ભાજપમાં જોડાવાની સાથે સજા મળી છે. જ્યા તે રહેતી હતી તે મકાન માલિકે તેને બીજુ ઘર શોધવા તાકીદ કરી છે. મકાન માલિક અને ભાંડુવાતનો આ વિવાદ એટલો વકર્યો કે તે અંતે પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો. નતીજતન પોલીસે પ્રરંભિક તપાસનાં આધારે મકાન માલિક અને તેના દિકરાની ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશનાં અલીગઢમાં બનેલી આ ઘટના અંતે પોલીસ સ્ટેશને પહોચી ગઇ હતી. જ્યા પોલીસે શરૂઆતી તપાસનાં આધારે મકાન માલિક અને તેના દિકરાની ધરપકડ કરી છે. પોલસીનું કહેવુ છે કે, વિજળીને લઇને શરૂ થયેલા વિવાદે અંતે રાજનીતિક રંગ લઇ લીધો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ અલીગઢનાં શાહજમાલ એડીએ કોલોનીમાં ગુલિસ્તા પોતાના પરિવારની સાથે રહે છે. શનિવારે તેણે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી, જે ફોટો શહેરનાં ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થઇ. ન્યૂઝ પેપરમાં ગુલિસ્તાની છપાયેલી ફોટો જોઇ મકાન માલિક અને તેના દિકરાએ ગુલિસ્તાને ખરીખોટી સંભળાવી અને ઘરેથી નિકાળી દેવાની વાત કરી. જો કે ગુલિસ્તાએ ભાજપને જોઇન કરી લીધી હતી, જેની જાણ થતા જ ભાજપનાં નેતા અને કાર્યકર્તા ભેગા થઇ ગયા અને સમગ્ર મામલો ઘરનો ન રહેતા પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો.

શું કહેવુ છે પોલીસનું

પોલીસનું પ્રારંભિક તપાસ બાદ કહેવુ છે કે આ મામલો વિજળીનાં બાકી બિલનો છે. અલીગઢનાં એસએસપી આકાશ કુલ્હાર મુજબ મકાન માલિકની માતાએ ગુલિસ્તાની પાસેથી વિજળીનાં બિલનાં નામે 4 હજાર રૂપિયાની માંગ કરી હતી. અહીથી શરૂ થયેલો વિવાદ બાદ ગુલિસ્તાએ ભાજપ જોઇન કરી સુધી પહોચી ગયો હતો. આ મામલે બંન્ને પક્ષોમાં બોલાચાલી થઇ ગઇ. બાદમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો, જ્યા ગુલિસ્તાની ફરિયાદનાં આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.