ગુજરાતમાં હાહાકારની સાથે સાથે અરવલ્લીમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. અરાવલ્લી જીલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મોડાસાના ઉમેદપુરની ૫૫ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે, શહેરની 62 વર્ષીય બાગ-એ-ફિરદૌસની મહિલાનો અને ભિલોડાના ભુતાવળમાં 45 વર્ષીય પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ મેઘરજના ગોરવાડામાં 45 વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ આવતા અરાવલ્લી જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 133 પહોંચી છે.
અરવલ્લીમાં એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયાનાં સમાચાર સામે આવતા લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. મોડાસાના મહેતાવાળા વિસ્તારના 58 વર્ષ પુરુષનું કોરોનાનાં કારણે મોત નિપજ્યું છે. ગત 4 જૂને તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર હિંમતનગર ખાતે કરાયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ સાથે જ અરવલ્લી જીલ્લામાં કુલ મૃત્યુ આંક 8 થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
