Not Set/ અરવલ્લી/ વેચેલા બટાકાનું પેમેન્ટ પુરતું નહિ આવતા ખેડૂતો મુશ્કેલીમાં

કોરોના મહામારીને લઇ અપાયેલા લોક ડાઉનને પગલે અરવલ્લી જીલ્લામાં બટાકાનું વેચાણ કરનાર ખેડૂતો સમયસર પેમેન્ટ નહિ થતા મુશ્કેલીમાં મુકાયા છે. આગળ ખરીફ સીજન આવી રહી છે તેવામાં બટાકાના પૈસા નહિ મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ૩૦ હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સારા વાતાવરણને કારણે જિલ્લામાં બટાકાનું મબલખ […]

Gujarat Others
32f68bf007103fb63c7f2731708ca4c5 અરવલ્લી/ વેચેલા બટાકાનું પેમેન્ટ પુરતું નહિ આવતા ખેડૂતો મુશ્કેલીમાં

કોરોના મહામારીને લઇ અપાયેલા લોક ડાઉનને પગલે અરવલ્લી જીલ્લામાં બટાકાનું વેચાણ કરનાર ખેડૂતો સમયસર પેમેન્ટ નહિ થતા મુશ્કેલીમાં મુકાયા છે. આગળ ખરીફ સીજન આવી રહી છે તેવામાં બટાકાના પૈસા નહિ મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ૩૦ હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સારા વાતાવરણને કારણે જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું હતું ત્યારે ખેડૂતોએ ઉત્પાદન બાદ જે તે કંપનીઓ સાથે કરેલા કરાર મુજબ બટાકા જે તે કંપનીઓને વેચી દીધા હતા. પરંતુ બટાકાના વેચાણ બાદ કોરોના મહામારીને લઇ લોક ડાઉન આવતા કંપનીઓએ ખેડૂતો પાસેથી ખરીદેલો બટાકાનો જથ્થો  કોલ્ડ સ્ટોરેજોમાં ભરાવી દીધા. પરંતુ આ બટાકાનું દોઢ માસ જેટલો સમય વીતવા છતાં ખેડૂતોને પુરતું પેમેન્ટ નહીં મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ આગળ ખરીફ વાવેતરની સિઝન પણ આવી રહી છે. તેવામાં બટાકાના પૈસા નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  જિલ્લામાં આવા અનેક ખેડૂતો પૈસા નહિ મળતા મુશ્કેલીમાં મુકાયા છે.

બીજી તરફ જેતે કંપનીઓએ ખેડૂતો પાસેથી બટાકા ખરીદી કરી જીલ્લાના કોલ્ડ સ્ટોરેજોમાં ભરી દીધા છે પરંતુ કંપનીઓને આગળ માલની નિકાસ નહિ થવાના કારણે હાલ બટાકા જીલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં પડી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.