Not Set/ અરાવલ્લીની ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધુ વધારો, ટેકાની ખરીદીનો આજે છેલ્લો દિવસ, 3 હજાર રહી ગયા બાકી

ગુજરાતનાં ખેડૂતો અને મુસીબતોને જાણે સાગમટે સબંઘ થઇ ગયો હોય તેવી રીતે મુસીબતો ખેડૂતોથી દુર હટી હોય તેવુ જોવામાં જ નથી આવી રહ્યું. જી હા, ક્યારેક મગફળી, ક્યારેક ચણા, ક્યારેક નકલી બિયારણ, તો ક્યારેક કમોસમી વરસાદ કે વાવાઝોડુ અને તીડ તો પાછા ઉભાને ઉભા. ખેડૂતો માટે એક પછી મુશ્કેલી આવતી જ રહે છે ત્યારે ફરી વરસાદી વરતારા […]

Gujarat Others
75ff47359dfadeae35de2b746de12ccb અરાવલ્લીની ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધુ વધારો, ટેકાની ખરીદીનો આજે છેલ્લો દિવસ, 3 હજાર રહી ગયા બાકી

ગુજરાતનાં ખેડૂતો અને મુસીબતોને જાણે સાગમટે સબંઘ થઇ ગયો હોય તેવી રીતે મુસીબતો ખેડૂતોથી દુર હટી હોય તેવુ જોવામાં જ નથી આવી રહ્યું. જી હા, ક્યારેક મગફળી, ક્યારેક ચણા, ક્યારેક નકલી બિયારણ, તો ક્યારેક કમોસમી વરસાદ કે વાવાઝોડુ અને તીડ તો પાછા ઉભાને ઉભા. ખેડૂતો માટે એક પછી મુશ્કેલી આવતી જ રહે છે ત્યારે ફરી વરસાદી વરતારા વચ્ચે અરવલ્લીનાં ખેડૂતોની મુશ્કેલી વઘી હોવાની વિગતો સામે આવી રહી છે. 

જી હા, વરસાદી માહોલ વચ્ચે અરાવલ્લીનાં ખેડૂતોની મુશ્કેલી વધવાનું કારણે ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો આજે અંતિમ દિવસ હોવાનું છે. જીલ્લામાં હજુ પણ ત્રણ હજાર ખેડૂતોની પાસેથી ટેકાની ખરીદી બાકી છે અને આજે ટેકાની ખરીદી કરવાનો છેલ્લો દિવસ હોવાનાં કારણે બાકી રહી ગયેલા આ ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઇ ગઇ હોવા જેવું પ્રતિત થઇ રહ્યુ છે. 

એક તો અરાવલ્લીમાં ખરીદ કેન્દ્રો બપોર બાદ શરૂ થતા હોઈ મુશ્કેલીઓ હતી જ, ત્યાં વરસાદી માહોલ વચ્ચે ટ્રેકટરમાં રહેલો પાક પલળી રહ્યો છે તે વઘારાની મુશ્કેલી છે અને એવામાં ટેકાનાં ભાવની ખરીદી કાલથી નહી કરવામાં આવે એટલે કે આજે છેલ્લો દિવસ હોવાથી વધુ મુશ્કેલી આવી પડી છે. હજુ પણ 3000 જેટલા ખેડૂતો પાસેથી ખરીદી બાકી હોય, ખેડૂતોમાંથી સરકાર આ મામલે યોગ્ય કરે તેવી માંગ ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews